હવામાન વિભાગ ની આગાહી,આપ્યા એલાળું અંગેના સંકેત……જુઓ

ચોમાસાની ઋતુ હાલમાં બેસી ગઈ છે, જેથી સમગ્ર જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો જ નથી. હાલમાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે

પ્રમાણે આજથી બંગાળાની ખાડીમાં લો-પ્રેશર બની ગયું છે અને તેની અસર ગુજરાત ઉપર જોવા મળશે. ગુજરાતમાં 30જુલાઈ એથી વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ સિસ્ટમ સક્રિય થવાથી એક બહોળું સર્ક્યુલેશન ગુજરાતની આસપાસથી મધ્યપ્રદેશ બાજુએ જશે. આ સર્ક્યુલેશનથી ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છમાં આજથી 25-26 જુલાઈથી વરસાદ વરસશે.

હાલમાં માહોલ એવો બંધાયો છે કે લાંબા વિરામ બાદ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. શુક્રવાર રાતથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો.

તો વળી શનિવારે દિવસ દરમિયાન રાજ્યના કુલ 72 તાલુકામાં 1 મીમીથી લઈને ચાર ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

આગામી 26 મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમારની વરસાદની આગાહી કરાઈ છે. જેમાં મધ્ય ગુજરાતમાં આફતનો વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની આગાહી છે

સૌરાષ્ટ્ર–કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. 25 જુલાઈએ દરિયામાં એક લૉ – પ્રેશર સર્જાશે. જેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં હાલ નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે.

બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

ગુજરાતભરમાં વરસાદની આગાહીને લઈ NDRFની ટીમો તાબડતોડ તૈનાત કરાઇ છે. હવામાન વિભાગની આગાહીના પગલે NDRFની ટીમો એલર્ટ પણ મુકવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ 8 જિલ્લામાં 8 ટીમો

તૈનાત કરાઈ છે, જેમાં વલસાડ, નવસારી, સુરતમાં 1-1 ટીમ રહેશે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ટીમ તૈનાત રહેશે. મોરબી અને કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આગામી સ્થિતિ આધારે અન્ય ટીમો મોકલવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *