રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘમહેર

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ પાંચ દરમિયાન સામાન્યથી અતિભારે વરરસાદ વરસી શકે છે.

રાજ્યમાં 24 જુલાઈથી 27 જુલાઈ સુધી જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડશે. દરમિયાન આ વરસાદ ઉપરાંત અરબી સમુદ્રમાં 5-60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં 24મી જુલાઈથી વરસાદ ભુક્કા બોલાવશે. રાજ્યના ઉત્તર ગુજરાત ઉપરાંત દાહોદ, દાદરના નગર હવેલી, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે વરસાદની આગાહી છે જયારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે.

25મી જુલાઈએ રવિવારે રાજ્યના દક્ષિણ ગુજરાત રિજ્યનના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે અરવલી, ખેડા અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે.

26મી જુલાઈના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26મી જુલાઈએ રાજ્યના અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી, મહિસાગર, દમણ, મેહસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

27મી જાન્યુઆરીના મંગળવારના રોજ રાજ્યના વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે.

જ્યારે 28મી જાન્યુઆરીના રોજ બુધવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

દરમિયાન આગામી પાંચ દિવલ સુધી 23થી 28 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને ઉત્તર અરબ સાગરમાં 50-60 કિલોમીટર સુધી પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *