આ દુલ્હને ગોંડલના યુવાનને અઢી લાખમાં છેતરી ગઈ , બાળકને વહેંચી નાખ્યું બધા ના હોશ ઉડી ગયા

ગોંડલના યુવાનોને અઢી લાખમાં લૂંટેરી દુલ્હને છેતરી, બાળકને વહેંચી નાખ્યું

ગોંડલમા છેતરપિંડીની સાથે લુટેરી દુલ્હન અને તેના મળતિયાઓએ ત્રણ વર્ષના સગા માસૂમ પુત્રને માત્ર રૂપિયા ૪૦૦૦૦માં મુંબઈમાં વહેંચી નાખ્યો હોય ગોંડલ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને ઝડપી લઇ માસુમ બાળકને રાત ઉજાગરા કરી છેક તામિલનાડુના કોઈમ્બતુર પાસેથી શોધી લાવી સરાહનીય કાર્ય કર્યું છે.

ગોંડલ આવાસ ક્વાર્ટરમાં રહેતા અને રાજકોટ મજૂરીકામ કરતા અજયભાઈ બટુકભાઈ ધરજીયાના લગ્ન ચાર વર્ષ પહેલા રૂપિયા ૨૪૦૦૦૦ માં ગોંડલનાં ખોડીયારનગરમાં રહેતી રમાબેન કાંતિલાલ વ્યાસ,વીરપુરમાં રહેતી રજિયાબેન અને મહારાષ્ટ્ર રહેતાં સોનુ રાજેન્દ્ર પાઈકરાવએ મહારાષ્ટ્રની જયશ્રાી ઉર્ફે પૂજા નામની યુવતી સાથે કરાવ્યા હતા લગ્નજીવન દરમિયાન પુત્રનો જન્મ પણ થવા પામ્યો હતો. અજયભાઈનું જીવન પત્ની અને પુત્ર સાથે ખુશહાલ હતું.

પરંતુ દોઢ વષઁ પહેલાં અજયભાઈની ગેરહાજરીમાં જયશ્રા ઉર્ફે  તેનો મળતીયો સોનુ રાજેન્દ્ર પાઈકરાવ કોઈને જાણ કર્યા વગર માસૂમ બાળક સાથે લઈ જતા ગોંડલ પોલીસ મથકમાં ફ્રિયાદ નોંધાવા પામી હતી અને આ ફ્રિયાદની હાઇકોર્ટમાં મેટર થતાં સિટી પી.આઈ એસ એમ જાડેજા દ્વારા તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

પોલીસ તપાસમાં લૂંટેરી દુલ્હને ફ્રી રાજકોટના એક યુવાન સાથે લગ્ન કર્યા હોવાનું જણાતા પોલીસે લુટેરી દુલ્હન અને તેની સાથેનાં વચેટિયાના સગડ મેળવી બંનેને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

જેમાં માત્ર રૂપિયા ૪૦૦૦૦ માં માસુમ બાળક દિવ્યેશ (ઉંમર વર્ષ ૩) ને મુંબઈમાં વહેંચી નાખ્યાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી સીટી પીઆઇ એસએમ જાડેજાએ પીએસઆઇ આર ડી ચૌહાણ, રાજદીપ સિંહ ચુડાસમા સહિતની પોલીસ ટીમને તપાસ અર્થે મુંબઇ રવાના કર્યા હતા

અને ત્યાં પીએસઆઇ ચૌહાણને જાણવા મળ્યું કે બાળક તામિલનાડુના કોઇમ્બતુરથી ૯૦ કિલોમીટર દૂર રહેતા એક પરિવાર પાસે છે.

પોલીસ પ્લેન મારફ્ત તામિલનાડુ પહોંચી સ્થાનીક પોલીસની મદદ લઇ આઠ દિવસ ની દોડધામ ને અંતે માસુમ બાળક પાસે પહોંચી હતી અને ગોંડલથી બાળકના પિતાને રાતોરાત બોલાવી બાળક નો કબજો સોંપ્યો હતો.ુ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *