IPS અધિકારીને ટ્રક કલીનર સમજીને વસૂલી કરવા લાગ્યા પોલીશ ,જાણો પછી શું થયુ …

ips અધિકારીને ટ્રક કલીનર સમજીને વસૂલી કરવા લાગ્યા પોલીશ ,જાણો પછી શું થયુ ….

મધ્યપ્રદેશમાં એક આઇપીએસ અધિકારીએ ગેરકાયદેસર રિકવરી કરતાં પોલીસ કર્મીઓને પકડવા માટે એક ટ્રક ક્લીનરનું રૂપ ધારણ કર્યું અને તેમને રંગેહાથ પકડી લીધો આઇપીએસ અધિકારીને થોડાક સમય ટોલ પ્લાઝા પર ગેરકાયદેસર પૈસા લેવાની ફરિયાદો મળી હતી ત્યારબાદ અધિકારીને આરોપી પોલીસ કર્મીને પકડવા માટે એક યોજના તૈયાર કરી હતી

અને આ યોજના હેઠળ આઇપીએસ અધિકારીએ ટ્રક ક્લીનર બની ચેકીંગ પોઇન્ટ પર પહોંચ્યો હતો આઇપીએસ અધિકારીના ટ્રક ક્લીનર ના રૂપમાં કોઈને પણ શંકાના ગઈ અને અધિકારી ની સામે જ પોલીસ કર્મી રિશ્વત માંગવા લાગ્યો.

ગ્વાલિયરના એસપી અમિત સાંઘી ની પાસે શહેરમાં વધતી ગેરકાયદેસર વસૂલી ની ખબરો ઘણા સમયથી આવી રહી હતી પરંતુ તેમની પાસે ગેરકાયદેસર વસૂલી ની કોઈ સાબિત ન હતી ત્યાં જ પોલીસ એ ઘણી વખત કાર્યવાહી કરી પરંતુ વસૂલીની ફરિયાદ ઓછી થઈ નહીં અને વધુ ફરિયાદો ને જોતા એસપીને તેની તપાસ કરવા માટે ગ્વાલિયરના પનીયાર પોલીસ સ્ટેશનમાં તાલીમાર્થી આઇપીએસ મોતી ઉર રહેમાન ને આપી ત્યાર પછી આઇપીએસ મોતી ઉર રહેમાન જાતે ટ્રક ક્લીનર બની ઘટનાસ્થળે પહોંચી ગયા.

આઇપીએસ મોતી ઉર રહેમાન અનુસાર એક ટ્રકમાં તે ગોવાલિયર ના વિકી ફેક્ટરી ચોકડી પાસે પહોંચ્યો જ્યાં ચેકીંગ પોઇન્ટ લગાવેલો હતો તે ચેકીંગ પોઇન્ટ પર અનેક પોલીસ કર્મી હાજર હતા.

ત્યાં હાજર એક પોલીસકર્મી તેમના ટ્રકને રોકી અને ટ્રકની અંદર હાથ નાખતા પૈસા માગ્યા જેવા પોલીસ કર્મી એ પૈસા માગ્યા ત્યાં આઇપીએસ મોતી ટ્રક થી નીચે ઉતરી અને તે પોલીસકર્મીની ક્લાસ લગાવી.

આઇપીએસ અધિકારી ને સામે જોઈ ગેરકાયદેસર પૈસા લઈ રહેલા પોલીસ કર્મી ધ્રૂજવા લાગ્યો અને દરેક તેમની માફી માંગવા લાગ્યા આઇપીએસ જ્યારે એસ પી ને ફોન કર્યો અને પુરી ઘટનાની જાણકારી આપી ત્યારબાદ ચાર પોલીસ કર્મી સસ્પેન્ડ કરી દીધા.

આઇપીએસ મોતી એ આ ઘટના વિશે વિસ્તારથી જણાવ્યું કે રાત્રે 12:30 વાગ્યા વિકી ફેક્ટરી ના ચોકડી પર પહોંચ્યા જ્યાં સત્યવાન સિંહ, રવિન્દ્ર કુશવાંન, થાન સિંહ યાદવ અને મુકેશ શર્મા નામના પોલીસ કર્મી હાજર હતા ત્યારે ત્યાંથી પસાર થતા વાહનોને ગેરકાયદેસર વસૂલી કરતા હતા

જ્યારે તેમણે ગેરકાયદેસર વસૂલી કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમને પકડી લેવામાં આવ્યા ત્યારબાદ ચાર ની જાણકારી રાતમાં જ એસપી અમિત સાંઘી ને કરવામાં આવી અને તેમના કહેવા પર તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *