એક વૃદ્ધ ભિખારી અને એક છોકરી ની દર્દભરી કહાની….

કાજલ સ્કૂલમાં ટીચર છે અને દરેક રોજ બસ થી પોતાના કોલેજ આવે છે અને દરેક દિવસ બસ સ્ટેન્ડ પર એક ભિખારી તેને જોયા કરતો હતો. તે ખુબ જ વૃદ્ધ અને લાચાર હતો.

તેને જોઈને મનમાં એજ વિચાર આવતો હતો કે ભગવાન તેને પોતાની પાસે બોલાવી લે. તેની આંખો ખુબ જ ગંભીર હતી, અમુક લોકો તેની સાથે સારી રીતે વાત કરતા હતા જયારે અમુક લોકો તો તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરતા હતા.

સમય વીતતો ગયો એક દિવસ તો કાજલ થી રહી ના શકાયું અને તે ભિખારી ની પાસે જઈને બોલી અંકલ તમને હજી પણ જીવવાની ઈચ્છા થાય છે? તમે અહીં ભીખ શા માટે માંગી રહ્યા છો, ભગવાન ને દુવા કેમ નથી કરતા કે તમને જલ્દી જ તમારી પાસે બોલાવી લે.

તે ભિખારી લગભગ 80 વર્ષ ના હશે, અને તે ખુબ જ પરેશાન અને દુઃખી પણ હતા. તેણે કાજલ ને પોતાનું નામ પૂછ્યું અને કહ્યું કે તું શું કરે છે. તેણે કહું કે પોતે એક કોલેજ માં ટીચર છે અને દરેક રોજ તે ભિખારી ને અહીં જોવે છે.

તે ખુબ જ તરસ્યો હતો અને તેણે કાજલ ને પૂછ્યું કે શું તેને પાણી પીવા માટે મળશે તો તેણે તરત જ પોતાની બોટલ માંથી તેને પાણી પીવડાવ્યું. પાણી પીધા પછી તેણે કાજલ ને પૂછ્યું કે..

બેટા દુનિયામાં બાળપણ, યુવાની અને બુઢાપો બધું જ આવે છે. બાળપણ અને યુવાની ખુબ જ સારી હોય છે પણ બુઢાપો ખુબ જ ખરાબ હોય છે અને આ અવસ્થા પણ બધાને આવે જ છે. તેનાથી કોઈ જ બચી ના શકે,

આપણે લોકો પૂરું જીવન પૈસા કમાવામાં અને એક બીજાને નફરત કરવામાં જ વ્યતીત કરી નાખતા હોઈએ છીએ અને છેલ્લે આપણી પાસે કઈ જ નથી આવતું સિવાય કે આપણા કરેલા સારા કર્મ અને ઈમાનદારી.

તેની વાત સાંભળીને કાજોલ ભાવુક થઇ ગઈ અને તે પાણી ની બોટલ અને પોતાનું બપોર નું ટિફિન પણ તેને આપીને ત્યાંથી નીકળી ગઈ.

તે ભિખારી ની વાત એક દમ સાચી જ છે આપણી સાથે અંત માં તો આપણા કરેલા સારા કર્મો સિવાય બીજુ કઈ પણ નથી આવતું. માટે હંમેશા સારા બનો,

સારો વ્યવહાર કરો ને એકબીજાના દુઃખ ને દૂર કરવાની કોશિશ કરતા રહો અને છેલ્લે ખાસ વાત કે ભગવાન પર હંમેશા શ્રદ્ધા અને વિશ્વાશ રાખો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *