પિતાની રોજની આવક માત્ર 200 રૂ, દીકરીએ આપી કરોડો રૂપિયાની ખુશી….લોકોએ કહ્યું, આવી દીકરી તો નસીબદારને જ મળે..!

પિતાની રોજની આવક માત્ર 200 રૂ, દીકરીએ આપી કરોડો રૂપિયાની ખુશી….લોકોએ કહ્યું, આવી દીકરી તો નસીબદારને જ મળે..!

લુધિયાણાઃ મન હોય તો માળવે જવાય…આ કહેવતને પંજાબની દીકરીએ સાચી સાબિત કરી બતાવી. તેની સફળતાની તમામ લોકો પ્રશંસા કરી રહ્યાં છે.

બુધવારે (22 જુલાઈ) જાહેર થયેલા 12મા ધોરણના પરિણામોમાં મજૂર પિતાની દીકરી જસપ્રીત કૌરે 99.5 ટકા માર્ક્સ મેળવી ભવ્ય સફળતાથી પિતાનું નામ રોશન કર્યું.

કોચિંગ વગર મેળવી આ સફળતાઃ વાસ્તવમાં જસપ્રીતના પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તે કોચિંગ લઈ શકે.

એટલે તેણે ઘરે અભ્યાસ કરીને સફળતા મેળવી શકે. તેના પિતા બળદેવસિંહ વાળંદ છે અને રોજના માત્ર 200 રૂપિયાની કમાણી કરે છે.

પોતાની સમસ્યા જાતે જ સોલ્વ કરતી: જસપ્રીતે પોતાની સફળતા અંગે જણાવ્યું કે, તેણે 5-6 કલાક અભ્યાસ કર્યા બાદ આ સફળતા મેળવી છે.

તેણે કહ્યું કે, તે પોતાની નાની-નાની સમસ્યાઓને જાતે જ ઉકેલતી હતી. જો કોઈ મોટી સમસ્યા હોય સ્કૂલ ટીચરની મદદ લેતી હતી. તેણે આ રીતે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું.

અભ્યાસની સાથે પરિવારની મદદ પણ કરશે: જસપ્રીતે પંજાબ શિક્ષણ બોર્ડની 12માની મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. તેણે 450 માંથી 448 માર્ક્સ મેળવ્યા છે અને તેનું નામ રાજ્યના ટોપર્સની લિસ્ટમાં છે.

જસપ્રીત એમફીલ કર્યા બાદ અંગ્રેજીની શિક્ષિકા બનવા માગે છે. તે અભ્યાસ કરવાની સાથે કામ કરશે જેના કારણે પરિવારને આર્થિક રીતે પણ મદદરૂપ થાય.

લોકોએ કહ્યું- ભાગ્યશાળીઓને મળે છે આવી દીકરીઓઃ જસપ્રીત કોર મનસા જીલ્લાની છે, તેની સફળતાથી સંપૂર્ણ ગામ ખુશ છે. લોકો તેના માતા-પિતાને શુભકામના પાઠવે છે અને દીકરીના વખાણ કરે છે.

આ સાથે કહે છે કે- આવા ગુણોવાળી દીકરી ભગવાન બધાને આપે. જસપ્રીત સિંહના પિતા બલદેવ ભાવુક થઈને કહે છે કે,‘અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમારી દીકરી ભણવામાં આટલી હોશિયાર હશે.

Published
Categorized as લેખ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *