સાસુ અને વહુની આ વાત રડાવી દેશે….

બાપુજી, બા ને દવાખાને બતાવી ને લાકડી ને ટેકે રીક્ષામાં થી ઉતરી ઘેર મોડે મોડે દોઢ વાગે પહોંચ્યા.
ત્યાં તો દરવાજો બંધ.
તાળું મારેલુ.
બાપુજી ધ્રુજતા હાથે ખિસ્સામા થી મોબાઇલ કાઢે ત્યાં જ પાડોશી એ કહ્યુ;

તમારી વહુ ચાવી આપી ગઇ છે, એમ કહી ને તાળું ખોલી આપ્યું.

દંપતી અંદર પહોંચે ત્યાંજ વહુ પહોંચી ગઇ.
ઝડપ થી એક ગ્લાસ માં બાપુજી માટે માટલા નું અને એક ગ્લાસમાં હાંડાનું પાણી બા માટે લઇ આવી, લાલા ની પેરેન્ટ્સ મીટીંગમા થી આવતા પંચર પડયું ને મોડું થયુ એવો અફસોસ કરતાં રસોડા માં જઇ ફટાફટ દાળ ગરમ મુકી.
બા માટે ખમણેલી હળદર, બાપુજી માટે કટકા.
બાપુજી ની દાળ ગરણી થી ગાળી નાખી.
થાકેલ બા ને ડાયનીગ ટેબલ ને બદલે સોફા પર જ જમવા નું દેવા ના હેતુ થી થાળી, વાટકો અને ગ્લાસ ટીપાઇ પર ગોઠવતી હતી ત્યાં તો બા એ વહુનો હાથ પકડી લીધો.

વહુ કહે; “બા કેમ છો? સારુ તો છે ને? “ કહી વહુ બા નાં પગ પાસે બેસી ગઇ.

બા એ દવા ની કોથળી ખોલી એમાંથી દવાખાને જાતી વખતે વહુએ છાનુંમાનું મુકી દીધેલ બિસ્કીટ નું પેકેટ ખોલી બે બિસ્કીટ વહુ ના મોઢા માં મુકી દીધાં.

“બા તમે દવાખાને ખાધાનહીં?” વહુએ પુછયું.

બા કહે; તને મુકીને હુ ઘરડી ડોશી ખાઇ લઉ? ઘડીક શ્વાસ લે.

વહુ એ બા નાં ખોળામા માથું રાખી દીધું ને આખો થાક ઉતરી ગ્યો.

અચાનક વહુ કહે “બા મારે એકાદશી હતી.

બા કહે; “તુ અમને જે રીતે સાચવે છે ને …તને તો રોજ ભાગવત સપ્તાહ નું પુણ્ય મળે છે.” કહેતાં કહેતાં બે બિસ્કીટ પાછા મોઢા માં મુકી દીધાં.

ત્યાં સામે ની ખુરશી માં બેઠેલ બાપુજી એ બિસ્કીટ માટે મોઢું ફાડી રાખેલ જે જોઇ સાસુ વહુ ખડખડાટ હસી પડ્યા.

આ બધાં પ્રસંગ વચ્ચે ઘર નો દરવાજો ખુલ્લો રહીં ગયો એ ખબર ન રહીં. ધ્યાન ગયુ ત્યારે દાદા ની હયાતી ચેક કરવા આવેલ દોઢ લાખ પગારવાળા બેન્ક મેનેજર આ દૃશ્ય જોઇ રડી રહ્યાં હતાં. ખબર નહીં કેમ…
જીંદગીની સફર તો તદન મફત છે,
કિંમત તો ફક્ત ગમતા વિસામા ની છે.

સારા ..આનંદદાયક
કૌટુંબિક સંબંધ અને ખુશી માટે,
વિશાલ શ્રીમંતાઈ.. મહેલ જેવા આવાસ કે મરસિડીઝો નહીં
પણ
સાચી સમજણ ની વધારે જરૂરી છે

Published
Categorized as લેખ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *