બાળક જન્મ્યો ત્યારે માતાના ગર્ભમાંથી એક એવી વસ્તુ લઈને બહાર આવ્યું કે ડોક્ટર્સ પણ જોવા લાગ્યા કે આ…શુ ?

હનોઈઃ કોરોનાના કારણે દુનિયાનો માહોલ કાંઈક અજીબ જ થઈ ગયો છે. દરેકના ચહેરા પર ડર અને ઉદાસી છે. આ વચ્ચે વિએટનામથી એક બાળકની તસવીર સામે આવી, જેણે લોકોને હસવા માટે મજબૂર કરી દીધા છે. આ બાળકની તસવીર જોઈને એ ખબર પડી જાય છે કે જ્યારે એક જીવને દુનિયામાં આવવું હોય છે

તો તે કોઈ પણ બંધન કે વિક્ષેપથી નથી હારતો. બાળકનો જન્મ થયો તો ડૉક્ટર્સે જોયું કે તે માતાના ગર્ભમાંથી એક વસ્તુ લઈને બહાર નીકળ્યો છે. ડૉક્ટર્સે તેના તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી.

જે જોત જોતામાં વાયરલ થઈ ગઈ. તમે પણ જુઓ માતાના ગર્ભમાંથી કઈ વસ્તુ લઈને નીકળીને બહાર નિકળ્યું હતું આ બાળક…

આ તસવીર વિયેટનામના હાઈ ફોંગ ઈન્ટરનેશનલ હૉસ્પિટલની છે. જેના ડૉક્ટર્સે એક નવજાત બાળકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.

બેબી બૉયની ડિલીવરી જ્યારે થઈ, ત્યારે ડૉક્ટર્સે જોયું કે તેના હાથમાં કાળા અને પીળા રંગની એક વસ્તુ છે. તે માતા દ્વારા યૂઝ કરવામાં આવતું કોન્ટ્રાસેપ્ટિવ કૉઈલ હતું.

બાળકની 34 વર્ષની માતાએ જણાવ્યું કે આ કૉઈલ તેમણે 2 વર્ષ પહેલા બૉડીમાં લગાવી હતી. જેથી તે પ્રેગનેન્ટ ન થઈ શકે. પરંતુ તે ફેઈલ થઈ ગયું.

કારણ કે કેટલાક સમય બાદ ખબર પડી કે તે માતા બનવાની છે. મહિલાને પહેલાથી જ બે બાળકો છે. એવામાં તેને વધુ બાળકો નહોતા જોઈતા. આ જ કારણે તેણે કોન્ટ્રાસેપ્ટિવ રીત અપનાવી. પરંતુ તે સફળ ના થઈ.

ડૉક્ટર્સનું કહેવું છે કે કોઈ કારણ થી ડિવાઈસ, પોતાની જગ્યાએથી હટી ગયું હશે, જેના કારણે મહિલા પ્રેગનેન્ટ થઈ ગઈ હશે. પરંતુ આ કદાચ પહેલો મામલો છે, જેમાં ગર્ભમાંથી શિશુ તેને લઈને બહાર નીકળું.

બાળકની ડિલીવરી કરાવનાર ડૉ ત્રાણ વિએત ફુઓંગે જણાવ્યું કે જ્યારે બાળકની ડિલીવરી થઈ, તો તેણે પોતાના હાથમાં તેને ખૂબ જ મજબૂતીથી પકડી રાખ્યું હતું

ડૉક્ટરને તે ખૂબ જ રસપ્રદ લાગ્યું એટલે તેની તસવીર ખેંચી લીધી અને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી. પરંતુ તેમને ખબર નહોતી કે આ તસવીર આટલી ચર્ચામાં આવશે.

બાળકની વાયરસ તસવીર પર લોકોએ અનેક કમેન્ટ્સ કરી. કેટલાક લોકો તેને જિંદગીની જીત ગણાવી રહ્યા છે તો કેટલાકે બાળકને જન્મ ન લેવા દેવાનો બદલો ગણાવ્યો. હાલ તો આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *