યુવકને બર્થ-ડે પડયો ભારે, લોંખડનો સળિયો યુવક-યુવતીના શરીરની આરપાર

7 દિવસ પહેલાં જ યુવકે ઉજવ્યો’તો બર્થ-ડે, લોંખડનો સળિયો યુવક-યુવતીના શરીરની આરપાર

દક્ષિણ ગુજરાતમાં અકસ્માતના ઘણા બનાવો સામે આવતાં હોય છે ત્યારે બારડોલી તાલુકાના બાબેન ગામના યુવક અને યુવતી બાઈક લઈને જઈ રહ્યાં હતા ત્યારે બાઈક પર આવેલા યુવક અને

યુવતીનુ બાઈક શેરડીના ગાડા સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં શેરડીના ગાડાની એંગલ યુવકના છાતીના ભાગે ઘુસી ગઈ હતી જે શરીરની આરપાસ થઈને પાછળ બેસેલી યુવતીના ગળામાં ઘુસી ગઈ હતી. હાલ આ ઘટનાની તસવીરો સામે આવી જે તમને વિચલિત કરી શકે છે.

શુક્રવાર બારડોલી તાલુકાના બાબેન ગામે રહેતો સાગર પટેલ યુવતીને લઈને ફરવા ગયો હતો જોકે બન્ને ઘરે પરત આવતાં મોડું થઈ ગયું હતું.

બાઈક પર બન્ને પરત આવતાં હતા ત્યારે મોડી રાતે ખરવાસા ગામે બાઈક શેરડી ભરેલા ગાડા સાથે અથડાયું હતું

ત્યાર બાદ ગાડાની એંગલ બાઈક ચલાવી રહેલા યુવકના છાતીમાં ઘુસી ગઈ હતી અને શરીરની આરપાર થઈ ગઈ હતી અને પાછળ બેસેલી યુવતીના ગળામાં એંગલ ઘુસી ગઈ હતી. આ અકસ્માત થતાં જ બન્નેએ બૂમાબૂમ કરી મુકી હતી.

આ અકસ્માતમાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ મોડી રાતે રોડ પર લોકોના ટોળાં ઉમટ્યાં હતાં. આ અકસ્માતમાં યુવત અને યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બન્નેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જોકે સારવાર દરમિયાન યુવક અને યુવતીનું મોત નિપજ્યું હતું.

અકસ્માત થતાં જ ગાડાની લોખંડની એંગલ બાઈક ચલાવી રહેલા યુવકની છાતીમાં ઘુસી ગઈ હતી અને આરપાર થઈ હતી.

આ એંગલ યુવકની છાતીમાં એટલી ભયંકર રીતે ઘુસી ગઈ હતી તેને બહાર કાઢવામાં પણ બહુ મુશ્કેલી સર્જાઈ હતી.

યુવકે પોતાનો જન્મદિવસ પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કર્યો હતો. જોકે બર્થ-ડેના એક અઠવાડિયા બાદ યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.

યુવકનું મોત થતાં પરિવાર પર આભ તુટી પડ્યું હતું અન પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *