પાંસઠ રૂપિયામાં નોકરી કરનાર આ ગુજરાતી પિક્ચરના હાસ્યકિંગ બન્યાં! અને એંમની અનેરી જીવનશૈલી જુઓ…..

પાંસઠ રૂપિયામાં નોકરી કરનાર આ હાસ્યકલાકાર ગુજરાતી ફિલ્મોમાં હાસ્ય નો બાદશાહ બન્યાં!

ગુજરાતી લોકપ્રિય કલાકાર એટલે ઓહઃ…ઓહઃ ના નામે જાણીતા એવા રમેશ મહેતા! મીઠા વગર કોઈપણ વાનગીનો સ્વાદ અધૂરો જ રહી જાય તેવી જ રીતે ગુજરાતી ફિલ્મોમાં જો રમેશ મહેતા ન હોય તો તે પિક્ચર ફ્લોપ ગઈ એવું લાગે છે. હા આ સાચું જ છે, એક એવો દાયકો હતો જ્યારે કોઈપણ ફિલ્મની પથકથા કેમ ન હોય પરંતુ એ ફિલ્મમાં રમેશ મહેતા તો જરૂર જોવા મળે જ! હાલના યુગ માં જેટલી રમેશ મહેતાની કોમેડી હિટ હોઈ તેટલી હિટ નથી હોતી

આજે આ ગુજરાતી ફિલ્મનાં હાસ્યકલાકાર એવા રમેશ મહેતાનાં અભિનયની વિશે જાણીશું. રમેશ મહેતાનો જન્મ ૨૩ જૂન, ૧૯૩૪ ના રાજકોટ જિલ્લાના અને ગોંડલ નજીકના નવાગામ ખાતે થયેલો.

તેમના પિતાનું નામ ગિરધરલાલ ભીમજી મહેતા અને માતાનું નામ મુક્તાબેન હતું. તેઓ નાનપણથી જ નાટકોનું લેખન અને અભિનયનો જબરા શોખીન હતા.અમદાવાદના ભારતભૂષણ થિયેટરમાં છ મહિના નોકરી કરી. રાજકોટમાં પીડબલ્યૂડીમાં મહિનાના પાંસઠ રૂપિયાના પગારે વંથલી સાઈટ પર કામ કર્યું અને ડેરી વ્યવસાય કરવાની પણ કોશિશ કરી.પણ…..

૧૯૪૯માં વિજયાબહેન સાથે લગ્ન કરીને દામ્પત્યજીવનની શરૂઆત કરી અને રમેશભાઈ બે દીકરા અને બે દીકરીના પિતા બન્યા. ત્યાર બાદ મુંબઈની કેસી કોલેજમાં એક વર્ષ માટે નાટ્યકલાનું કાયદા જ્ઞાન મેળવ્યું. અહીં તેઓ મેકઅપ, સ્ટેજક્રાફ્ટ, એક્ટીંગ, ડીરેક્શન, લાઈટીંગ, સ્પીચ આર્ટ જેવા ગુણો શીખ્યા. આ પછી તેમણે નાટકો લખવાના શરૂ કર્યા. 

નાટકોનાં લેખન, મંચ દરમિયાન તેઓ અરવિંદ પંડ્યાનાં સંપર્કમાં આવ્યા અને યોગાનૂયોગે તેમનાં દ્વારા ગુજરાતી ચલચિત્ર “હસ્ત મેળાપ”ની કથા લખવાનું બન્યું.

તેમનાં દ્વારા લખાયેલું આ સૌપ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું. આ પછી તો તેમણે ચલચિત્રોની કથા, સંવાદ લખતાં લખતાં અભિનય પર પણ ફોકસ આપ્યું.મોટાભાગે પોતાનું પાત્રાલેખન અને સંવાદો એ જાતે જ લખતા.તેઓ ઘણા ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભુમિકાઓમાં કામ કરી ચૂક્યા હતા

તેમણે ‘ગાજરની પિપૂડી’ નામના ગુજરાતી ચલચિત્રમાં મુખ્ય ભુમિકા પણ નિભાવી હતી. તેઓ “ઓહઃહઃ હો હો..” નાં તકિયા કલામ થી ખૂબ જ જાણીતા હતાં. ૧૧ મે, ૨૦૧૨નાં રોજ, રાજકોટ ખાતે  લાંબી બીમારી બાદ ૭૮ વર્ષની ઉમરે તેઓનું અવસાન થયું.

ખરેખર એક વાત સત્ય છે, જે રમેશ મહેતા જેવું આજે કોઈપણ કલાકાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બન્યું જ નથી.અને કદાચ આવા તો રમુજી ના જ બની શકે,લોકો પેટ પકડીને હસાવનાર આ હાસ્યકલાઓના મહત્વનો હિસ્સો બની ચૂક્યાંતા

આજ ના યુગમાં આવા કલાકારો દીવો લય ને ગોતી તો પણ ના મળે કેમકે કોમેડી ની સાથે મનોરંજન અને કંઈક પ્રેણાત્મક કોમેડી હોઈ છહે જેથી લોકોના જીવનમાં ઉતારવા જેવી હોય છે

જ્યારે તેમની બીમારી વધતી ગઈ ત્યારે તેમને લોકો ને કીધુતું કે મારી નનામી નીકળે ત્યારે હે…રામ નય પણ ઓહઃ…..અને એમના ઘણા જાણીતા ડાયલોગ વગાડવાનું જેથી મને શાંતિ મળે કેમકે મેં હાસ્યકલાકાર સાથે મનોરંજન કરાવેલું

Leave a comment

Your email address will not be published. Required fields are marked *