તમારી પાસે સમય હોઈ તો બે મિનિટ ટાઈમ કાઢી જરૂર વાંચજો….

એક વખતની વાત છે. એક 65 વર્ષના વ્યક્તિ બસ માં બેસી ક્યાંક જઈ રહ્યા હતા. અને જતી વખતે તેનું પર્સ બસમાં જ નીકળી ગયું. અને એ પર્સ બસના કંડક્ટર ને મળ્યું.

થોડીવાર પછી જ્યારે પેલા વ્યક્તિને ખબર પડી કે તેનું પર્સ ખોવાઈ ગયું છે ત્યારે તે કંડકટર પાસે ગયા અને એને પોતાનું પર્સ ખોવાઈ ગયું હોવાની વાત કરી.

કન્ડક્ટરે કહ્યું કે મને એક પર્સ મળ્યું છે પરંતુ હું કઈ રીતે માની લઉં કે આ પર્સ તમારું છે. આ સાંભળીને એલા વ્યક્તિએ કહ્યું કે આ પર્સમાં ભગવાન શિવની ફોટો લાગેલી છે. આ નિશાની થી તમને ખબર પડી જશે કે આ પર્સ મારું છે.

પરંતુ કન્ડક્ટરે કહ્યું કે ઘણા લોકોના પર્સમાં ભગવાન શિવજીની ફોટો હોઈ શકે છે. તો એ શું ખાતરી કે આ તમારું જ છે. આથી પેલા વ્યક્તિ એ જવાબ આપ્યો કે તમે સાચુ કહી રહ્યાં છો કે ઘણા લોકોના પર્સમાં ભગવાન શિવની ફોટો હોઈ શકે છે. પરંતુ દરેક ફોટા પાછળ મારા જેવી કહાની કોઈની નહિ હોય.

આ સાંભળીને અચરજ સાથે કન્ડક્ટરે કહ્યું કે એવી તે શું કહાની જોડાયેલી છે? આ પર્સ જોડે મને પણ જણાવો.

આથી પહેલાં વ્યક્તિએ જણાવ્યું કે આ પર એક-બે વર્ષ નહીં પરંતુ ખૂબ જ જુનુ છે, સૌથી પહેલા મેં મારી ફોટો આ પર્સમાં લગાવી હતી. એને જોઈને હું ખૂબ ખુશ રહેતો કારણ કે એ ફોટામાં હું ખૂબ સુંદર લાગતો હતો.

થોડા વર્ષો પછી જેમ મારા લગ્ન થયા તેમ મારી ફોટો કાઢીને તેમાં પત્નીની ફોટો લગાડી દીધી, અને ત્યાર પછી હું તેની ફોટો જોઇને વિચારતો રહેતો કે મારી પત્ની કેટલી સારી છે.

આ પછી મારા બાળકો થયા જે મને ખૂબ પ્રેમ કરતા હતા. આથી મેં પત્નીની ફોટો હટાવીને મારા બાળકોની ફોટો લગાવી દીધી. મારા બાળકો પણ ધીરે ધીરે મોટા થઈ રહ્યા હતા.

એક સમય એવો આવ્યો કે મારા બાળકો પોતાના કામથી વિદેશ જતા રહ્યા અને હું પાછળથી એકલો પડી ગયો.હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો હતો. અને ત્યારે જઈને મને ભગવાન ની યાદ આવી. આથી મેં મારા પર્સમાં ભગવાન શિવજી નો ફોટો રાખ્યો હતો. અને પછી મને સમજાયું કે હું જીવનભર મારો પ્રેમ બદલતો રહ્યો.

ક્યારેક પોતાને પ્રેમ કરતો, ક્યારેક પત્ની ને તો ક્યારેક બાળકો સાથે. પરંતુ અંતમાં દરેક લોકો મને છોડીને ચાલ્યા ગયા, હવે મારી પાસે માત્ર મારા ભગવાન જ મારી સાથે છે. જેને આખા જીવનમાં મેં ક્યારેય યાદ પણ કર્યા ન હતા.આટલું સાંભળીને કંડકટર એ તુરંત એનું પર્સ એને પાછું આપી દીધું.

વાર્તા તો અહીં પૂરી થઇ ગઇ પરંતુ એક મોટો સંદેશ છોડી ગઈ, એ છે કે આપણામાંથી મોટા ભાગના લોકો યા તો કોઈ મુસીબત આવે અથવા કોઈ એવી સમસ્યા સર્જાય જેનું નિરાકરણ આપણા હાથમાં ન હોય ત્યારે જ ભગવાનને યાદ કરતા હોય છે. પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે રહે છે. પણ આપણે તેને યાદ કરવાનું ”ભૂલી” જતા હોઈએ છીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *