જીવનમા ઉતારવા જેવી સ્ટોરી: લગ્ન મંડપમા કાળી છોકરી જોઈને છોકરાએ તોડ્યા લગ્ન, કિસ્મત એવું ચમક્યું કે આ છોકરી પાછળ ગાંડો થઈને આજીજી કરવા લાગ્યો છોકરો

આ વાત છે એક સાચી બની ગયેલી હકીકત ની કે જ્યારે લગ્ન મંડપ માં આવેલી જાન પરત જતી રહી હતી, લગ્નના બધા મહેમાન પણ નીકળી ગયા હતા. આ વખતે લગ્ન દહેજને કારણે નહિ પણ છોકરીનો રંગ કાળો હોવાને કારણે તૂટ્યા હતા. છોકરીનો બાપ દરેકને પગે પડ્યો હતો.

કારણ કે બાપ હતો દીકરીનો અને દીકરા કરતા વધારે દીકરી સમ્માનિત કરે છે અને એક બાપ હંમેશા દીકરીને કારણે સમ્માનિત થવા માંગે છે. સગાઇ સુધી તો છોકરાને રીના પસંદ હતી. પણ લગ્નના દિવસે તેને રીના નો રંગ કાળો લાગતાં લગ્ન તોડી દીધા. રીના જયારે પાંચ વર્ષની હતી ત્યારે એની મમ્મી મૃત્યુ પામી હતી.

આ બાવન પછી રીના ના પપ્પા એ રીના ને કીધું કે બેટા ચાલ આપણે ગામડે પાછા જતા રહીએ, અહીં શહેરમાં હવે મારો દમ ઘૂંટાય છે. રીના પાપા ના મન ની વાત માની ગઈ. ત્યારબાદ થોડા દિવસો પછી તે શહેર છોડીને ગામડે પાછા જતા રહે છે. ગામમાં તે માછલી પકડવાનું કામ કરતા હતા, પણ રીનાની મમ્મીના ગુજરી જવા પછી તે એમની યાદો માંથી બહાર નીકળવા માટે શહેરમાં મજૂરી કરતા હતા. રીના પણ પહેલાની જેમ પોતાના પિતાની સાથે માછલી પકડવા જવા લાગી.

જે છોકરાએ રીના ને કાલી કહીને ઠુકરાવી હતી તે છોકરાના ગોરી અને સુંદર છોકરી સાથે લગ્ન થઈ ગયા હતા. છોકરો પણ ઘણો ખુશ હતો. એને પણ શોખ હતો મિત્રો સાથે શહેરથી દૂર ફરવા જવાનો. એક દિવસ તેઓ આમ જ ફરવા નીકળ્યા હતા, અને નદી કિનારે મજાક મસ્તી કરી રહ્યા હતા. અને અચાનક એનો પગ લપસી ગયો અને તે ઊંડા પાણીમાં પડી ગયો. નદી ઝડપથી વહી રહી હતી અને સાથે જ ઊંડી પણ હતી, આથી એ પેલા છોકરાને પણ સાથે વહાવીને લઇ ગઈ. એના મિત્રો એને બચાવવા પ્રયત્ન કરે છે પણ બધું વ્યર્થ જાય છે.

બીજી બાજુ ડેઈલિ રૂટિન પ્રમાણે રીના ના પપ્પા એકલા નદીમાં માછલી પકડવા જતાં હતા અને જ્યારે તેને જાળ પાથરી તો તેમાં એ છોકરો ફસાયેલો મળે છે. તે તરત અંધારમાં એ છોકરાને પોતાના ખંભા પર મૂકી પોતાના ઘરે લઇ જાય છે. ત્યાં ઘણી મુશ્કેલી પછી એ છોકરો ભાનમાં આવે છે. પણ સામે શ્વેતા અને એના પિતાને જોઈને એને શરમ આવે છે,

અને તરત યાદશક્તિ જતી રહેવાનું નાટક કરે છે. આ જોઈને સ્વેતાના પિતા કહે છે કે દીકરા આ પોતાની યાદશક્તિ ગુમાવી ચુક્યો છે અને આને ઇજા પણ થઇ છે. હું એને શહેરમાં પહોંચાડી આવું છું. ત્યારે શ્વેતા કહે છે કે એને બે ચાર દિવસ રહેવા દો. જયારે એના ઘા ભરાઈ જશે ત્યારે એને મુકતા આવજો.

રીનાના પાપા એ રીના ને કીધું કે તું આ છોકરાને જાણે છે, ત્યારે રીના હસીને કહે છે કે હા જાણું જ છું. પરંતુ એ ખૂબ જૂની વાતો છે જે વીતી ચુકી છે. હવે નવું એ છે કે એના ઘા નો ઈલાજ કરવામાં આવે. આમ હવે આને કાળા રંગથી કોઈ સમસ્યા હોવી જોઈએ નહિ કારણ કે એ પોતાની યાદશક્તિ ગુમાવી ચુક્યો છે. આ આપણા ઘરે આવેલો ઘાયલ મહેમાન છે અને એને સંપૂર્ણ રીતે સાજો કરવો એ આપણો ધર્મ છે.

ત્યાર બાદ છોકરાનો ઈલાજ શરૂ થાય છે. દરેક સમયે છોકરી એ છોકરાની દેખરેખ રાખે છે. રીનાની સંભાળ રાખવાની રીત જોઈને એ છોકરાને એની સાથે પ્રેમ થઈ જાય છે. એ દરમ્યાન બંને વચ્ચે મજાક મસ્તી અને તકરાર થતી રહે છે. એક દિવસ જયારે છોકરાના ઘા ભરાઈ જાય છે તો છોકરો કહે છે, હું કોણ છું, કયાંથી આવ્યો છું, મારું નામ શું છે, એ બધું મને નથી ખબર. પણ તમારો આ વ્હાલ જોઈને મને હંમેશા માટે અહીં જ રહેવાની ઈચ્છા થાય છે.

બાદ માં એ છોકરો રીના પાસે પોતાની ભૂલ સ્વીકારે છે કહે છે કે જો પેલો છોકરો ફરી તારી પાસે આવે તો શું તું એને માફ કરીને એની સાથે લગ્ન કરશે? રીનાના પિતા બીજા રૂમમાં આ બંનેની વાત સાંભળી રહ્યા હતા. રીના કહે છે કે, એમની જરા પણ ભૂલ ન હતી, તો હું કઈ રીતે એમને કોઈ પણ ભૂલ વગર માફ કરું. ભૂલ તો મારી હતી. છોકરો ખુશ થઈને કહે છે, એનો અર્થ એ છે કે તું એ છોકરા સાથે લગ્ન કરી શકે છે. ત્યારે રીના કહે છે કે, બિલકુલ નહિ. હવે ફરીથી એની સાથે લગ્ન કરવા વિષે વિચારી પણ ન શકું. છોકરો કહે છે, પણ શા માટે? કદાચ કંઈ કહેતા પહેલા તે પોતાને સાચવવા માંગતી હતી. કદાચ આંખમાં દુઃખ ઓગળી રહ્યું હતું. બીજા રૂમમાં બેસેલા એના પિતા પણ એ કારણ જાણવા માટે ઉત્સુક હતા. છોકરો પાસે જઈને રીનાને પોતાની તરફ કરે છે પણ રીના ની આંખોમાં આંસુ જોઈને કંઈ કહેવાની એની હિમ્મત નથી થતી.

ત્યારે રીના કહે છે કે તે દિવસે મેં મારા પિતાને એજ માણસના પગ પર માથું મૂકી મારા માટે આજીજી કરતા રડતા જોયા હતા. મારા એ પિતાને જે મારુ અભિમાન છે, મારુ ઘમંડ છે. ખબર છે એ દિવસે હું એકલામાં ખુબ રડી હતી. કેટલું મુશ્કેલ હતું એ સમયે પોતાના આંસુઓને રાખવાનું. કારણ કે એ દિવસે મારુ જીવન પાછું જતું રહ્યું હતું મને એક લાશ સમજીને. અંદર રીના ના પપ્પાની સ્થિતિ ખરાબ હતી. પહેલી વાર પોતાની દીકરીના મો માંથી એ દુઃખની વાર્તા સાંભળી રહ્યા હતા, જે દુઃખ પર એણે પોતાના પિતા માટે જુઠ્ઠા હાસ્યની ચાદર ઓઢાડી રાખી હતી. વધુ માં રીના એ કહ્યું કે ભલે હું કાળી છું પણ એક દીકરી પણ છું. છોકરો આંખ નમાવી સાંભળતો રહ્યો. માથું ઉપર કર્યું તો તે પણ રડી રહ્યો હતો એક કાળી છોકરીનું દુઃખ સાંભળીને. છોકરાને કઈ સમજાયું નહિ તો તેને એક હાથ ઉઠાવીને શ્વેતાને સેલ્યુટ કરી દીધું અને ધીરેથી કહ્યું. શું હું તને એક વાર ગળે લગાવી શકું છું.

ત્યારે રીનાને પેલો છોકરો કહે છે કે ભગવાન કરે મને એક કાળી છોકરી મળે. અને બાદમાં તે રીના ને તે જ હાલતમાં છોડીને રીના ના પિતાના રૂમ જાય છે. અને જઈને જુવ છે તો ત્યાં રીના ના પિતા બેસીને રડી રહ્યા હતા. તે છોકરાને જોઈને અચાનક ઉભા થઇ ગયા. પરંતુ ત્યારે છોકરો તેમના પગે પડીને માફી માંગે છે અને ઉભો થઈને કહે છે.

મારી યાદદાસ્ત બિલકુલ સારી છે, પણ આ વાત તમે રીનાને જણાવશો નહિ. નહિતર આ ગુન્હો પહેલા ગુન્હા કરતા વધારે હશે. લગભગ મારી યાદદાસ્ત ત્યારે ગઈ હતી જયારે હું એ રીનાને ઠુકરાવી હતી અને તમને ઝુકાવ્યા હતા. હવે મને મારા ગુનાની સજા તરીકે રીનાને આપો. બાબા હવે આજ્ઞા આપો અમે નીકળીએ છીએ. એક દિવસ હજુ અહીં રહ્યો તો હું જીવી શકીશ નહિ રીના ને ગુનેગાર બનાવીને. છોકરો ચાલ્યો જાય છે.

રીના તેના પ્રેમ ને દૂર જતા જોઈ રહી હતી અને તેના આંખમાં એક આશાની નમી હતી, તેનું કારણ એ છે કે રીના તે છોકરા ની અને તેના બાબાની વાત સાંભળી ચુકી હતી. બાબા કહે છે રીના તું એક વાર હજુ વિચારી લે કારણ કે તે પશ્ચાતાપની આગમાં બળી રહ્યો છે. તારી ખુશી કોનામાં છે કહાબ્ર નથી પણ મારી ખુશી તો તું છે અને તારા બાબાનું દિલ કહે છે કે ચાલ પછી સજાવી દે દુલ્હનના રૂપમાં તે છોકરાની સાથે જેને તેને કાળી કહી હતી.

ત્યારે રીનાને કહ્યું છે બાબા હું તમને ખુશ જોવા માંગુ છું, અને રીના ના પિતા રીના ની ખુશી માટે તૈયાર થઇ જાય છે. ત્યાં છોકરો પોતાના માતા-પિતાને બોલાવે છે. છોકરો જીદ્દ કરે છે કે લગ્ન શહેરમાં જ થશે, તે જ ઘરમાં થશે જ્યાંથી હું એ મારી કાળી છોકરીને ઠુકરાવી હતી. તેના પછી બંનેના લગ્ન થઇ ગયા. તો મિત્રો કોઈના રંગ પર જઈને તેને જજ કરો નહિ. વાર્તા સારી લાગી હોય તો શેયર જરૂર કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *