જો તમે કોઇ ભુખ્યા કુતરાને ગળ્યા બીસ્કીટ ખવરાવો છો તો તમે પુન્ય નઇ પાપ કરી રહ્યા છો !

કુતરાના બીસ્કીટ
જો તમે કોઇ ભુખ્યા કુતરાને ગળ્યા બીસ્કીટ ખવરાવો છો તો તમે પુન્ય નઇ પાપ કરી રહ્યા છો !
( આ કડવુ સત્ય છે )

મોટાભાગના શહેરી વિસ્તારમાં લોકો ભુખ્યા આવારા કુતરાઓને સેવા ભાવે દુકાનમાં મળતા વિવિધ પ્રકારના ગળ્યા બીસ્કીટ ખાવા માટે નાખતા હોય છે, જે બીસ્કીટ ખાવાથી કુતરાની ભુખ તો શાંત થઇ જશે.

પરંતુ ધીરે ધીરે કાયમ આવા ગળ્યા બીસ્કીટ ખાવાના કારણે લાંબાગાળે કુતરાઓના શરીરમાં ફોટામાં જોવા મળતી અસરો થવાની શરૂ થાય છે અને ધીરેધીરે કુતરાના શરીરના તમામ વાળ ખરીને કુતરૂ ખહુરીયુ થઇ જાય છે. તેમજ અમુક કુતરાઓને અંધાપો પણ આવી જાય છે.

ગળ્યો ખોરાક અને તળેલો ખોરાક ખાવાથી કુતરાઓના શરીરમાં વિપરીત અસર ઉભી કરે છે. જેના કારણે કુતરા ખહુરીયા અને આંધળા થાય છે. જેના કારણે પાછળની જીંદગીમાં આવા કુતરાઓ બહુ હેરાન થાય છે.

મોટાભાગે આવા શરીરે વાળ ઉતરી ગયેલા કે અંધાપા વાળા આવારા કુતરાઓ શહેરી વિસ્તારમાં જ જાજા જોવા મળે છે. કેમકે તેને આખો દિવસ આવા જ બીસ્કીટ વધુ ખાવા મળતા હોય છે.

પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં આવરા કુતરાઓને લોકો રોટલા-રોટલી જ આપતા હોય છે કાં પછી ગ્રામ્ય વિસ્તારના કુતરાઓ શિકાર કરી ખાતા હોય છે જેથી તેમાં આવા લક્ષણો જોવા નથી મળતા.

આપણો હેતુ તો સારો અને પુન્ય નો હોય છે પરંતુ જ્યારે કુતરૂ આવો ગળ્યો અને તળેલો ખોરાક ખાવાથી આંધળુ થાય ત્યારે તે ખુબ જ હેરાન થાય છે.

હવે એક સવાલ થાય કે જો ગળ્યા બીસ્કીટ ન નાખવી તો તેને શું ભુખ્ય રહેવા દેવું ? ના કુતરાને જો ખવરાવવુ જ હોય તો રોટલા-રોટલી આપો અથવા તો ગળ્યા ન હોય અને તળેલા ન હોય તેવા બીસ્કીટ કાં પછી ટોસ્ટ આપો. એટલે તે ભુખ્યુ પણ નહી રહે અને આપણો સેવાનો હેતુ પણ સિધ્ધ થશે.

અસ્તુ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *