એક એવું મંદિર કે ત્યાં મડદું પણ થઈ જાય છે જીવતું,વિજ્ઞાન પણ છે હેરાન…

આજના સમય માં મનુષ્યો એ ઘણી સફળતા મેળવી છે ભગવાન ની બનાવેલી બધીજ વસ્તુઓ નું વિશ્લેષણ કર્યું છે.પણ તેના હોવા છતાં પણ આજે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન એ ભગવાનથી પાછળ છે.

જી હા આજે દુનિયામાં એવા ઘણા રહસ્યો છે કે જેના વિશે જાણી ને વિજ્ઞાન પણ હેરાન છે તો ચાલો જોઈએ શુ છે એવું કે જેને જાણીને તમે પણ વિચાર માં પડી જશો.

મૃત્યુ પછી જીવતા થવાના કિસ્સાઓ તમે ફિલ્મો માં અથવા તો કહાનીઓ માં સાંભળ્યા હશે.જો કોઈ વ્યક્તિ તમને કહે કે આ વ્યક્તિ મૃત્યુ પછી પણ જીવતો થયો છે તો તમે એ માણસ નો વિશ્વાસ નહિ કરો અને તેને પાગલ સમજશો.

પણ આ દુનિયામાં એવી એક જગ્યા છે જ્યાં આવું થાય છે.ત્યાં જો કોઈ મૃત વ્યક્તિ ને લઈ ને જવા માં આવે તો તેની આત્મા તેના શવ માં પાછી નાખીદેવામાં આવે છે.આવું કેમ થાય છે?એના વિશે વિજ્ઞાને ઘણી ખોજ કરી પણ કઈ હાથ માં ન આવ્યું.

સમુદ્ર સપાટી થી લગભગ 1372 મિટર ઉંચાઈ પર આવેલું આ ગામ દેહરાદુન થી 128 કિલોમીટર ની દુરી પર સ્થિત લાખામંડલ નામના સ્થાન અને યમુના નદી ની તટ પર આવેલ છે.પ્રાકૃતિક સુંદરતા અને ઘાટી જાડીઓ ની વચ્ચે અહીં એક ચમત્કારિક શિવલિંગ આવેલ છે

જેના વિશે એ માન્યતા છે કે જો કોઈ પણ વ્યક્તિ નું શવ અહીં લાવવામાં આવે તો તેમાં આત્મા નો પ્રવેશ પુનઃ થાય છે અને તે વ્યક્તિ સજીવન થાય છે.

અહીં ના સ્થાનિક લોકો નું માનીએ તો અહીં ખોદકામ કરતા ઘણા બધા શિવલિંગ નીકળતા અને એકવાર આ જગ્યાએ ખોદકામ કરતા હજારો શિવલિંગ મળ્યા હતાં.

આ જગ્યા વિશે બીજી વાત પણ છે જે પણ ખુબજ ચર્ચિત છે કે આ જગ્યા એ મહાભારત યુગ માં પાંડવો ને જીવતા સળગાવવા માટે તેના ભાઈઓ એટલે કે કૌરવો એ લાક્ષાગૃહ બનાવ્યું હતું.સાથે જ એક બીજી માન્યતા છે કે અજ્ઞાતવાસ દરમિયાન સ્વયં યુધિષ્ઠિર દ્વારા આ શિવલિંગ ની સ્થાપના કરવામાં આવી હતી.

આ શિવલિંગ ને આજે પણ મહામંડેશ્વર તરીકે ઓળખવામાં આવે છે.જે સ્થાને યુધિષ્ઠિરે શિવલિંગ નું સ્થાપન કર્યું હતું ત્યાં એક સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું હતું ત્યાં પશ્ચિમ ની તરફ દ્વારપાળો ઉભા છે.

એવું માનવામાં આવે છે કે જો શવ ને આ દ્વારપાળો ની સામે રાખી ને મંદિર ના પૂજારી દ્વારા શવ પર પવિત્ર જળ છાંટવામાં આવે છે તો મૃત વ્યક્તિ થોડા સમય પછી સજીવન થાય છે.

જીવિત થતા તે ભગવાન નું નામ લે છે અને તેને ગંગાજળ પ્રદાન કરવા માં આવે છે.ગંગાજળ ગ્રહણ કરતા જ તેની આત્મા ફરી શરીર માંથી નીકળી ચાલી જાય છે.

પરંતુ એ વાત નું રહસ્ય શુ છે તે આજ સુધી કોઈને ખબર પડી નથી એની સાથેજ અમુક લોકો નું એવુ માનવું છે કે આ મંદિર ની પાસેથી પણ જો કોઈ શવ લઈ ને નીકળે છે તો થોડા સમય માટે તેના પ્રાણ પાછા આવી જાય છે.

આવું શા માટે થાય છે તેની પાછળ નું કારણ આજ સુધી કોઈ જાણી શક્યું નથી અને આજસુધી તે ફક્ત રાજ જ રહી ગયું છે.

એક એવું મંદિર કે ત્યાં મડદું પણ થઈ જાય છે જીવતું,વિજ્ઞાન પણ છે હેરાન…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *