આ બહેને ભાઈ ને એવી ચીજ આપી કે આખું ગામ કહેવા લાગ્યું વાહ……

સંબંધની પવિત્રતા અને સમર્પણની દ્રષ્ટિએ રાખડીનો કાચો તાર કેટલો મજબૂત હોય છે તે નદબઈના ઉંચ ગામની રહેવાસી મમતા સિંહે સાબિત કર્યું છે.

મમતાએ તેના મોટા ભાઈ, નદબઈ નિવાસી સંજય રૌતવારને એક લિવર દાનમાં આપ્યું છે અને ભાઈ-બહેનના સંબંધને નવી ઉંચાઇ આપી છે. તેથી, તેમના માટે દર વર્ષે રક્ષાબંધનનો તહેવાર વિશેષ છે.

તે બે વર્ષ પહેલાંની વાત હતી. નદબઇ નિવાસી સંજય રૌતવાર કમળાથી પિડીત થયા હતા અને આ દરમિયાન તેનું લીવર ડેમેજ થયુ હતુ.

અનેક સ્થળોએ સારવાર બાદ, દિલ્હી એપોલોના ડો.નિરજ ગોયલે લીવર ચેન્જ કરવવા પર ભાર મૂક્યો હતો. પાંચ ભાઈ-બહેનોમાં સંજય સૌથી મોટો અને મમતા સૌથી નાની બહેન છે.

નાની બહેન હોવાને કારણે સંજય સિંહને તેની સાથે વધુ લગાવ છે. જ્યારે બહેન મમતાને ખબર પડી, તેણી એ આગળ આવીને લિવર ડોનેટ આપવાનો પ્રસ્તાવ મૂક્યો.

પરિણીત બહેનની આ વિનંતીથી સંજય સિંહ મૂંઝવણમાં મૂક્યો હતો. મમતાના પતિ અજયસિંહે આગળ આવીને આ શંકાને દૂર કરી.

તેણે કહ્યું કે મમતા જ નહીં મારો આખો પરિવાર તમારી સાથે છે. મમતા દ્વારા લીવરનું દાન કરતા અમને આનંદ થશે. બહેનના નિર્ણય સાથે, જ્યારે તેનો આખો પરિવાર એક સાથે ઉભેલો જોવા મળ્યો હતો,

ત્યારે સંજયસિંહે સંમતિ આપી હતી અને જૂન 2018 માં, દિલ્હીમાં લગભગ 22 કલાક સુધી ચાલેલા ઓપરેશન પછી, મમતાનું લિવર મોટા ભાઇ સંજયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

બહેન એમ.એ. બી.એડ. મમતા સિંહ કહે છે કે સંજયસિંહ ફક્ત મારા મોટા ભાઇ જ નહીં પરંતુ એક પિતાતુલ્ય છે. જ્યારે તેમના જીવનમાં મુશ્કેલી આવી, ત્યારે મેં તેમને લિવર આપવાનું નક્કી કર્યું.

જોકે શરૂઆતમાં ભાઈ ખચકાતા હતા, પરંતુ હું અને પરિવાર અડગ હતા. લગભગ અઢી મહિના પછી, ભાઈ સંપૂર્ણ સ્વસ્થ બન્યા અને તેમને મળ્યા બાદ રક્ષાબંધનનો તહેવાર સાચે સાકાર થયો હોય એવું લાગ્યુ હતુ.

ભાઈ સંજય રૌતવાર કહે છે કે રક્ષાબંધનનો તહેવાર બહેનની રક્ષાના સંકલ્પ માટે જાણીતો છે, પરંતુ મારી બહેન મમતાએ મને નવું જીવન આપીને આ પર્વ અને સંબંધને નવી ઉંચાઇ આપી છે.

મને નવું જીવન આપ્યું તેથી તે હવે મારા માટે દીકરા સમાન છે. હું જ્યારે દરેક રક્ષાબંધન પર તેના સમર્પણને યાદ કરું છું, ત્યારે મારી બહેન કેટલી દિલદાર અને સમજદાર છે તેનો મને ગર્વ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *