લગ્ન ના ફેરા શરુ થાય તે પહેલા દિકરીએ કહ્યું મારે મારા પિતા સાથે એક વાત કરવી છે.” વાત સાંભળી તો…

બીપીનભાઈ પોતાના રાબેતા મુજબના સમયે ઘરમાં પ્રવેશ કર્યો, આજે તેના ચહેરા ઉપર ખુબ જ સરસ હતો, શું વાત હતી તે કોઈને ખબર ન હતી પરંતુ તેનો ચહેરો જોઈને બધા સમજી ગયા કે આજે તો બીપીનભાઈ ખૂબ જ ખુશ લાગે છે. બીપીન ભાઈ આ ઘરમાં પગ મુકતાની સાથે જ કહ્યું એ સાંભળ્યું?

એટલે તરત જ રસોડામાંથી બીપીન ભાઈ ના પત્ની રસીલાબેન બહાર આવ્યા, સ્કૂટર નો અવાજ પહેલેથી જ આવી ગયો હતો એટલે પોતાના પતિ માટે ગ્લાસ ભરીને પાણી તૈયાર રાખ્યું હતું તે પાણી પણ સાથે લઈ આવ્યા.

“આપણી દીકરી શીતલ નું માંગુ આવ્યું છે, અને ખૂબ જ સુખી ઘરમાંથી માગું આવ્યું છે તેઓ ખાધેપીધે એકદમ સુખી છે અને છોકરાનું નામ પવન છે. છોકરો બેંકમાં નોકરી કરે છે હવે આપણે માત્ર શીતલને પૂછવાની વાર છે, બસ શીતલ એક વખત આ કહી દે એટલે સગાઈ કરી નાખીએ.” શીતલ એટલે બીજું કોઈ નહીં એમની એકની એક દીકરી હતી.

ઘરમાં લગભગ કાયમને માટે ખુશખુશાલ વાતાવરણ રહેતું અને બધા આનંદિત રહેતા. હા ક્યારેક ક્યારેક કોઈ વખત બીપીન ભાઈ ને માવો ખાવાની અને સિગરેટ પીવાના વ્યસન ને લઈને રસીલાબેન અને શીતલ બોલતા પરંતુ બીપીનભાઈ ક્યારેક ક્યારેક ગુસ્સામાં તો ક્યારેક આ વાતને મજાકમાં પણ ટાળી દેતા. તેઓની દિકરી શીતલ ખૂબ જ સંસ્કારી હતી. અને સાથે સાથે ખૂબ જ સમજદાર પણ હતી.

હાલમાં જ તેનો ભણવાનું પૂરું થયું હતું અને તે પપ્પાને મદદ રૂપ થવા માટે ઘરે બેસીને ભરતકામ પણ કરતી અને નાના છોકરાઓને ટ્યુશન આપતી. નાના છોકરાઓને ટ્યુશન તો એ પડતાની સાથે જ આપવા લાગી હતી અને ગ્રેજ્યુએટ થયા પછી પણ તેને કમાવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ તેના પિતા બીપીનભાઈ તેની કમાણીમાંથી તેની આવકનો એક પણ રૂપિયો પોતાની પાસે રાખતા નહીં કે લેતા નહીં.

અને કાયમ બીપીનભાઈ તેની દીકરીને બસ એક જ વાત કહેતા કે બેટા આ તું તારી કમાણી છે, તે તારી પાસે રાખ. તારે ભવિષ્યમાં ગમે તે સમયે કામ લાગી શકે. દીકરી માટે વાત ચાલી રહી હોવાથી અંતે એકબીજાને મળવાનું ગોઠવ્યું અને છોકરા છોકરી તેમજ બંને ઘરની સહમતી થી શીતલ ની સગાઈ પવન સાથે નક્કી કરવામાં આવી. સગાઈ પણ ધામધૂમથી પતી ગઈ, જોતજોતામાં લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.

લગ્નનું મુહૂર્ત નીકળી ગયા બાદ હવે માત્ર લગ્નની તૈયારીઓ બાકી હતી, લગ્ન પણ વધુ નજીકના સમયમાં હોવાથી તડામાર તૈયારીઓ પતાવવાની હતી. ધીમે ધીમે બધી તૈયારીઓ પૂરી થવા લાગી અને લગ્નને પણ હવે માત્ર દસ દિવસની જ વાર હતી.

એટલે એક દિવસની સવારે બીપીનભાઈ શીતલને પોતાની પાસે બોલાવી અને ત્યાં બેસાડીને કહ્યું કે બેટા તારા સસરા સાથે મારે હમણાં જ વાત થઈ હતી, એમણે કરિયાવરમાં કશું જ લેવાની ના પાડી છે. ના રોકડ, ના દાગીના કે પછી ન કોઈ બીજો ઘરવખરીનો સામાન. તો બેટા મેં તારા લગ્ન માટે ઘણા સમયથી બચત કરીને રાખી છે.

અને એ આ બચત પેટે બે લાખ પચાસ હજાર રૂપિયાનો ચેક હું તને આપી રહ્યો છું આ પૈસા તારે ભવિષ્યમાં કામ લાગશે, તો આ ચેક ને તું તારા એકાઉન્ટ માં જમા કરાવી આવજે.

“એ સારું પપ્પા, તમે કહો તેમ” બસ શીતલ ખાલી જવાબમાં આટલું જ કહીને પોતાના રૂમમાં જતી રહી. અને લગ્નની તૈયારીમાં થોડું-ઘણું બાકી હતું તે કરવા લાગી.

લગ્નને પણ હવે ગણતરીના દિવસો જ બાકી હતા, અને કહેવાય છે કે સમયને જતા ક્યાં વાર લાગે છે… આખરે શુભ ઘડી આવી ગઈ જે દિવસે લગ્ન થવાના હતા, આંગણે જાન આવી અને બધાના હરખનો પાર ન હતો.

ગોર બાપા એ લગ્નની વિધિ શરુ કરાવી અને ફેરા ફરવાનો ટાઈમ થયો, એટલે અચાનક જ શીતલ ના ભાઈઓ કંઈક જાણે કહેવા માંગતો હોય એ રીતે તરત જ તે બોલી ઉઠે કે ઉભા રહો ગોરબાપા, મારે તમારી બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે. પપ્પા તમે નાનપણથી મને ખૂબ જ વહાલ થી મોટી કરી.

ભણાવી, ગણાવી ખૂબ જ પ્રેમ આપ્યો એનું ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં પરંતુ પવન અને મારા સસરા બંનેની સાથે વાત કરીને મેં બન્નેની સહમતિ થી એક નિર્ણય લીધો છે. હું તમને તમે મને આપેલો આ અઢી લાખ રૂપિયાનો ચેક પાછો આપું છું.

એનાથી મારા લગ્ન માટે કોઈપણ જાતનું કરેલું ભારણ ઉતારી નાખજો અને મેં મારા પગારમાંથી તેમજ મારી કમાણીમાંથી બચત કરેલી હતી તેનો આ બીજો ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા નો ચેક પણ તમને આપવા માંગું છું.

જે તમે નિવૃત્ત થશો ત્યારે તમને ખૂબ જ કામ લાગશે, હું જરા પણ ઈચ્છતી નથી કે તમે તમારા ઘડપણમાં તમારે કોઇની પણ પાસે તમારો હાથ લંબાવવો પડે. અને આમ પણ જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરી જ શક્યો હોત ને!

બધા અત્યંત આશ્ચર્ય ચકિત થઈને શીતલ ના મોઢા માંથી નીકળતા આ શબ્દોને સાંભળી રહ્યા હતા. એવામાં ફરી પાછું શીતલ પોતાના પિતા સામે જોઈને બોલી કે પપ્પા હવે હું તમારી પાસે થોડું માંગુ છું શું તમે મને આપશો?

એટલે તરત જ તેના પિતા બીપીનભાઈ જવાબ આપ્યો હા બેટા. તેના અવાજમાં જાણે ડૂમો ભરાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું માત્ર અશ્રુધારા આંખ સુધી જ આવી ન હતી પરંતુ તેનો અવાજ અતિ ભારે થઈ ગયો હતો.

તરત જ શીતલ એ કહ્યું કે તો પપ્પા મને વચન આપી દો કે તમે આજથી જ અત્યારથી જ ક્યારેય પણ માવાને કે સિગારેટ ને હાથ નહીં લગાવો અને તમારું આ વ્યસન તમે આજથી જ મૂકી દેશો. બધાની હાજરીમાં હું મારા માટે કર્યા વગર માત્ર આટલું જ માંગુ છું.

જે પિતાએ પોતાની એકની એક દીકરીને કોઈ દિવસ કોઈ પણ વસ્તુ લેવાની ના ન પાડી હોય તે આ ઘડીએ ક્યાંથી ના કહી શકે? દરેક લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષના સગાઓ ને રડતા લગભગ બધાએ જોયા હશે પણ આજે તો જાનૈયાની પણ આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.

એવામાં જ એક વડીલ આ બધું સાંભળી રહ્યા હતા અને તરત જ દીકરી ની પાસે આવીને કહ્યું, ધન્ય છે તને દીકરી. આજે હું તને દેવા માટે કવર લાવ્યો હતો પરંતુ કવર ખિસ્સામાં પડ્યું હતું તે ખિસ્સા સુધી મારો હાથ જ પહોંચી શક્યો નહીં, કારણ કે દીકરી સાક્ષાત્ લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપી શકું?

ત્યાં હાજર રહેલા દરેક લોકોની આંખો ભીની થઈ ગઈ, અને તરત જ પિતાએ પણ તેની દિકરીને ભેટી ને રડી પડ્યા. તેમજ કહી દીધું કે આજથી જ બધા વ્યસન બંધ. દીકરીના પિતા મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે કેવો છે આ સમાજ, જે લોકોને દીકરીનું મહત્વ નથી હોતું એ સમાજના સંસ્કારી લોકોને શું આ શીતલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ પડતી હોય?

લગ્ન ના ફેરા શરુ થાય તે પહેલા દિકરીએ કહ્યું મારે મારા પિતા સાથે એક વાત કરવી છે.” વાત સાંભળી તો…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *