આ મહિલાએ કરોડો રૂપિયા આપીને ખરીદ્યું હતું આ ઘર, અંદર જતા જોયું તો ઉડી ગયા તેના હોશ

આ મહિલાએ કરોડો રૂપિયા આપીને ખરીદ્યું હતું આ ઘર, અંદર જતા જોયું તો ઉડી ગયા તેના હોશ, જાણો શું હશે એવું તો અંદર..

આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં રોટલો કપડા અને મકાન એ દરેક વ્યક્તિના જીવનની મૂળભૂત આવશ્યકતા છે જેને પૂરી કરવા માટે તે રાત-દિવસ મહેનત કરે છે. દરેક વ્યક્તિનું સ્વપ્ન પણ હોય છે કે પોતાનું એક ઘર હોય જ્યાં તે પરિવાર સાથે ખુશીથી રહી શકે.

આમાં કોઈ શંકા પણ નથી કે વ્યક્તિ સુંદર ઘર બનાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે. જોકે આજે આપણે અહીં એક બંગલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેને એક મહિલાએ લગભગ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ આ બંગલો ખરીદ્યા પછી, તેને શું થયું તે જાણીને પણ તમે હચમચી ઉઠશો. આ બંગલો ખરીદનારી મહિલાનું નામ હેંઝ વ્હિટલી છે અને તે યુએસએની છે.

એવું બન્યું કે યુએસ ની એક મહિલા, જ
હેંઝ વ્હિટલીએ ઓક્ટોબરમાં મિનેસોટામાં કોઈની પાસેથી બંગલો ખરીદ્યો. અને એવું કહેવામાં આવે છે કે હેંઝ વ્હિટલીએ આ નવો બંગલો ખરીદવા માટે 2 કરોડનો ખર્ચ કર્યો હતો,

જે બહારથી એક સપના જેવો લાગે, તેણે ઘરને અંદરથી ખૂબ જ સારી રીતે જોયું, આસપાસની તપાસ કરી. એરિયા પણ જોયો અને સંતુષ્ટ થયા પછી તેણે આ સોદો ફાઇનલ કર્યો.

સોદો કર્યા પછી હેંઝ એ ઘરના માલિકને 1.5 કરોડ રૂપિયા ચુકવ્યા, ત્યારબાદ તેણે આ ખરીદીનો ટેક્સ પણ સરકારને ચુકવ્યો, જેના પછી ઘર તેમના નામ થાય. પછી તે મકાનમાં પહોંચ્યા અને ત્યાં રહેવા લાગ્યા, પરંતુ જ્યારે તે ઘરની અંદર રહેવા લાગ્યા, ત્યારે તેની વાસ્તવિકતા તેની સામે આવી અને તે વાસ્તવિકતા જાણ્યા પછી, હેંઝ વ્હિટલીને હોશ ખોવાઈ ગયા.

તમને જણાવી દઇએ કે હેંઝ વ્હિટલીએ જે બંગલો ઘણા પૈસાથી ખરીદ્યો હતો તે અરમાનો સાથે ખર્ચ કરવામાં આવ્યો હતો અને જ્યારે તે બંગલાની અંદર ગયા ત્યારે ચાળીસ મિનિટ અંદર જતાં પલંગ નીચે એક મોટો સાપ બહાર આવ્યો. તે પછી, ધીરે ધીરે છ મહિનાની અંદર, તે બંગલામાંથી સો જેટલા સાપ બહાર આવ્યા, જેને જોયા પછી હેંઝ ખૂબ જ ડરી ગઈ. તેને ખબર પડીકે મારી જોડે છેતરપિંડી કરવામાં આવી છે.

જ્યારે હેંઝ વ્હિટલીને જાણ થઈ કે આ બંગલામાંથી સાપ સતત બહાર આવી રહ્યા છે, ત્યારે તેમણે પ્રાણી નિયંત્રણ નિષ્ણાતને જાણ કરી. તેઓએ બંગલામાં સેંકડો સાપ પકડ્યા. પરંતુ તપાસ બાદ જાણવા મળ્યું કે બંગલામાં પણ એક કળણ છે અને આ સાપ તે જમાંથી ઉદ્ભવ્યા છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે હેંઝે આ સાપને બહાર કાઢવા માટે અત્યાર સુધીમાં આઠ લાખ ત્રીસ હજાર રૂપિયા ખર્ચ કર્યા છે, પરંતુ તે પછી પણ આ બંગલામાંથી સાપ બહાર નથી આવી રહ્યા, તે તેના માટે સંપૂર્ણ નુકસાનનો સોદો સાબિત થયો.

તેમનું કહેવું છે કે બંગલાના માલિકે તેમની સામે આ છુપાવ્યું હતું કે આ બંગલામાંથી સાપ બહાર આવે છે અને હવે તે બંગલાના માલિક પર છેતરપિંડીનો કેસ પણ નોંધાવશે. આ ઘટનાથી પાઠ શીખી શકાય છે કે જ્યારે પણ તમે નવું મકાન અને બંગલો ખરીદો છો ત્યારે વ્યક્તિએ માત્ર અંદરની જ નહિ પણ ઘરની આજુબાજુ પણ જોવું જોઈએ, જેથી પાછળથી કોઈ દુ:ખ ન થાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *