બોલીવુંડના આ પ્રેમી પંખીડાઓની લવસ્ટોરી અધુરી રહી ગઈ…જુઓ

બોલીવુંડની દુનીયા બહારથી જેટલી રંગીન દેખાય છે. અંદરથી એટલીજ અતરંગી છે. બોલીવુંડના સીતારાઓ ફિલ્મોમં કામ કરતા સમયે એકબીજાના પ્રેમમાં તો પડી જાય છે.

પરંતુ ખુબજ ઓછા સીતારાઓ એવા છે. જેમની લવ સ્ટોરી લાંબા સમય સુધી ચાલી હોય. ત્યારે આજે અમે તમને એવા લોકો માહિતી આપીશસું જેઓ એકબીજાના પ્રેમમાં તો પડ્યા હતા. પરંતુ તેમની લવસ્ટોરી હંમેશા માટે અધુરી રહી ગઈ

બોલીવુંડના સદાબહાર હિરો અ રણબીર કપૂરના દાદા રાજકપુર તેમજ નર્ગીસે એક સાથે ઘણી ફિલ્મો કરી હતી. અને તેમણે સાથે જેટલી પણ ફિલ્મો કરી હતી. તે સમયે હિટ પણ થઈ હતી.

સાથેજ બંનેની જોડી દર્શકોને ખુબ ગમી હતી, રાજકપૂર અને નર્ગીસ પણ એક સમયે એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. પરંતુ રાજકપૂર પહેલાથી પરિણીત હતા જેથી તેમણે નર્ગીસ સાથે લગ્ન ન કર્યા અને તે સમયે નર્ગીસે સુનીલ દત્ત સાથે લગ્ન કર્યા હતા.

અમિતાભ બચ્ચન અને રેખાની જોડી પણ લોકોને ખુબ ગમી હતી. અને આજે પણ લોકો તેમની જોડી વીશે ચર્ચા કરતા હોય છે. એક સમય એવો હતો કે ન્યુઝ પેપર ને મેગેઝીનમાં તે બંનેનાજ ફોટા આવતા હતા. પરંતુ અમિતાભે જયા સાથે લગ્ન કરી હતા. જેથી રેખા સાથે તેમની વાત આગળ ન વધી. અને બચ્ચને તેમને છોડી દીધી. જેના કારણે રેખા એકલી પડી ગઈ હતી.

મિથુન ચક્રવતી અને શ્રીદેવી પણ એક સમયે એકબિજાના પ્રેમમાં પડ્યા હતા. અને તેઓ ઘણા પ્રખ્યાત થયા હતા. બેને એક બીજાને ઘણા પસંદ કરતા હતા. પરંતુ મીથુન તે સમયે પરિણીત હતા. જેના કારણે તેમના સંબંધો આગળ ન વધ્યા અને તેમની લવસ્ટોરી પર ત્યાજ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. જેથી બાદમાં શ્રીદેવીએ ડાયરેક્ટર બોની કપૂર સાથે લગ્ન કરી લીધા હતા.

બોલીવુંડના કોમેડી હીરો ગોવીંદા અને અભીનેત્રી નીલમના પ્રેમ સંબંઘો પણ ઘણી વખત ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. સાથેજ બંને જણાએ સાથે ઘણી હિટ ફિલ્મો પણ આપી હતી. ગોવીંદા નીલમને ખુબ પ્રેમ કરતા હતા. પરંતુ તેમની માતાને તેમના પ્રેમ સંબંધો મંજૂર ન હતા.જેના કારમે તેમના લગ્ન ન થઈ શક્યા. જેથી બાદમાં ગોવીંદાએ સુનીતા સાથે લગ્ન કરી લીધા હતા.

બોલીવુંડની સૌથી પ્રખ્યાત જોડી તરીકે આજે પણ સલમાન ખાન અને એશ્વર્યા રાયને માનવામાં આવે છે. બંને જણા હમ દિલ દે ચુકે સન ફિલ્મના શુટીંગ વખતે એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. અને પરંતુ સલમાનની અમુક હરકતોને કારણે એશ્વર્યાએ તેમને છોડી દીધા હતા. અને બાદમાં તેણે થોડાક વર્ષો રહીને અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા.

એક સમયે જોન અબ્રહામ અને બિપાશા બાસુની જોડી પણ બોલીવુંડમાં ઘમી હિટ જોડી માનવામાં આવતી હતી. અને બંને જણાએ જિસ્મ ફિલ્મમાં કામ કર્યું ત્યારબાદ તેઓ એકબિજા પ્રેમમાં પડ્યા હતા. જોકે અમુક કારણો સર તેમને અલગ થવું પડ્યું અને બાદમાં બિપાશાએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતા. જોકે આજે પણ જોન અબ્રહામ હજુ કુવારા છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *