કારનું ટાયર ફાટતા કારના બે ટુકડા થયા, 2 લોકોના કમકમાટીભર્યું મોત….જાણો

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અકસ્માતની વધુ એક ઘટના મોડાસા ગોધરા હા-ઇવે પર સામે આવી છે.

જેમાં એક કારનો અકસ્માત સર્જાતા કારનાના 2 ટુકડા થઈ ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતની ઘટનામાં 2 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે મોડાસા ગોધરા હાઇ-વે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર મોડાસા ગોધરા હાઈ-વે પર રવિવારે લુણાવાડા તરફથી આવી રહેલી એક કારનું ટાયર માલપુરની ચોરીવાડ ચોકડી નજીક ફાટ્યું હતું.

કોઈ કારણોસર ટાયર ફાટી જતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને જેના કારણે બેકાબુ બનેલી કાર રસ્તાનું ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ચાલી ગઇ હતી અને રોંગ સાઈડમાં બેકાબુ બનેલી કારનો અકસ્માત સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર સાથે થયો હતો.

અકસ્માતમાં કારનું ટાયર ફાટયું હોવાના કારણે કારના બે ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં રાહદારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને રાહદારીઓએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

તેથી માલપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી પોલીસે કારમાં રહેલા બંને લોકોના મૃતદેહને બહાર કાઢીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, કારમાં બેસેલા એક વ્યક્તિનું નામ જગદીશ પટેલ છે અને તે જાદરના રહેવાસી છે.

પોલીસે ઘટના સ્થળની પ્રાથમિક તપાસ બાદ જગદીશ પટેલના સગા સંબંધીઓને અકસ્માત થયો હોવા બાબતેની માહિતી આપી હતી. તેથી મૃતકના સગા સંબંધીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.

પોલીસે ઘટનાની તપાસ બાદ જગદીશ પટેલ અને અન્ય વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી રસ્તા પર રહેલી ટ્રાફિકજામની સમસ્યાને દૂર કરી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, માલપુરના રાસપુર પાસે શનિવારના રોજ પણ એક અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા.

આ અકસ્માત બાદ રવિવારે કારનું ટાયર ફાટતા થયેલા અકસ્માતમાં વધુ બે લોકોના મોત થયા હતા એટલે બે દિવસના સમયમાં જ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *