પિતાની હાજીરીમાં આદિત્ય નારાયણે પત્ની સાથે કર્યો રોમાન્સ ભર્યો ડાન્સ,

રિસેપ્શનમાં આદિત્ય નારાયણે પત્ની સાથે કર્યો રોમાન્ટિક ડાન્સ, પિતાએ પણ લગાવ્યા ઠુમકા

ગઈકાલે મુંબઈની એક હોટેલમાં આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલનું રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગોવિંદા, ભારતી સિંહ સહિતના સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા.

પહેલી ડિસેમ્બરે મુંબઈના એક મંદિરમાં લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે લગ્ન કર્યા બાદ આદિત્ય નારાયણે ગઈકાલે (2 ડિસેમ્બર) રિસેપ્શન યોજ્યું હતું. જેમાં બોલિવુડ એક્ટર ગોવિંદા પત્ની સાથે, હર્ષ લિંબાચિયા, ભારતી સિંહ તેમજ કોરિયોગ્રાફર પુનિત પાઠક સહિતના સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા. આદિત્ય અને શ્વેતા અગ્રવાલના ગ્રાન્ડ રિસેપ્શનના વીડિયો અને તસવીરો સામે આવી છે.

જેમાં આદિત્ય બ્લેક શૂટમાં ડેશિંગ લાગી રહ્યો છે જ્યારે શ્વેતા રેડ કલરના લહેંગા-ચોલીમાં સુંદર લાગી રહી છે. તેણે ગાઉનની સાથે હેવી ડાયમંડ જ્વેલરી પહેરીને લૂકને પૂરો કર્યો. રિસેપ્શનની ઈનસાઈડ તસવીરમાં કપલ માતા-પિતા ઉદિત નારાયણ અને દીપા નારાયણ સાથે મહેમાનોનું વેલકમ કરતા જોવા મળ્યું.

આદિત્ય અને શ્વેતાના રિસેપ્શનના વીડિયો બોલિવુડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યા છે. જેમાંથી એક વીડિયોમાં આદિત્ય DDLJનું ‘મહેંદી લગા કે રખના’ સોન્ગ ગાતો અને તેના પર પર્ફોર્મન્સ આપતો જોવા મળી રહ્યો છે. સિંગરના આ પર્ફોર્મન્સ પર ફ્રેન્ડ્સ બૂમો પાડીને તેને ચીયર કરી રહ્યા છે.

દીકરા આદિત્યના વેડિંગ રિસેપ્શનમાં ઉદિત અને દીપા નારાયણ પણ મસ્તી-મજાકના મૂડમાં જોવા મળ્યા હતા. બંનેએ પણ એક સોન્ગ પર ડાન્સ કર્યો હતો.

આદિત્યના એક ફેન પેજે રિસેપ્શન દરમિયાનનો વીડિયો શેર કર્યો છે. જેમાં ન્યૂલીવેડેડ કપલ રોમાન્ટિક સોન્ગ પર ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે. ડાન્સના અંતમાં આદિત્ય શ્વેતાને કપાળ પર કિસ કરે છે, તો શ્વેતાના ચહેરા પર પણ શરમની લાલાશ જોવા મળી.

આ રિસેપ્શનમાં આદિત્ય અને શ્વેતા સિવાય બીજું કોઈ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હોય તો તે હર્ષ લિંબાચિયા અને ભારતી સિંહ હતા. ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં બે દિવસ જેલમાં રહ્યા બાદ હાલ જામીન પર બહાર આ કપલ પણ નવદંપતીના ખુશીમાં સામેલ થવા આવ્યું હતું. બંનેને જોઈને મહેમાનોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. તો કપલે પણ હસતા મોંએ બધા સાથે ફોટો પડાવ્યો હતો.

લગ્ન બાદ અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સ સાથે વાતચીત કરવા દરમિયાન આદિત્યએ જણાવ્યું હતું કે, ‘તે અતિવાસ્તવ અનુભવ છે કે, હું અને શ્વેતા આખરે પરણી ગયા છીએ. સપનું જાણે સાચું થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. શ્વેતા સાથે લગ્ન કરીને હું ખૂબ જ ખુશ છું.

શ્વેતા સિવાય હું મારું જીવન બાકી કોઈની સાથે પસાર કરવાનું વિચારી પણ ન શકું. તેણે મને મારી જાતને સારી બનાવવામાં મદદ કરી છે. શ્વેતા એવી વ્યક્તિ છે, જેની સામે હું જેવો છું એવો રહી શકું છું’.

તો ઉદિત નારાયણે કહ્યું હતું કે, ‘મારો દીકરો આદિત્ય મારા બર્થ ડેના દિવસે પરણ્યો તે મારા માટે સૌથી મોટી ગિફ્ટ છે. આ જર્ની આગળ પણ અદ્દભુત રહેવાની છે. મેં ઘણું સ્ટ્રગલ કર્યું છે અને ભગવાને મારા પર આશીર્વાદ વરસાવ્યા છે. જે કંઈ મળ્યું છે, તે તેમના કારણે મળ્યું છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *