ઉનામાં જન્મ બાદ વેન્ટિલેટર પર રાખેલી નવજાત પુત્રીને દત્તક આપવાની હા પાડતાં હૃદય ફરી ધબકવા લાગ્યું

ઉનામાં જન્મ બાદ વેન્ટિલેટર પર રાખેલી નવજાત પુત્રીને દત્તક આપવાની હા પાડતાં હૃદય ફરી ધબકવા લાગ્યું

માતા-પિતાને ત્યાં ત્રીજી પુત્રી જન્મતાં જ તેના હૃદયના ધબકારા બંધ થઇ ગયા હતા. તેને વેન્ટિલેટર પર રાખી હતી. આમ છતા તેને દત્તક લેવા બનેવીએ આગ્રહભરી વિનંતી કરી. પિતાએ ભારે હૈયે હા પાડી. હા પાડતાં જ પુત્રીનું હૃદય ધબકતું થયું.

4 મહિનાની સારવાર બાદ સંપૂર્ણ દત્તકવિધિ સાથે બનેવીએ તેને પોતાને ઘેર આવકારી. ગીરગઢડાના સમઢિયાળામાં રહેતા અને કમ્પ્યુટરનો વ્યવસાય ધરાવતા જતીનભાઈ ઝાલાવાડિયાને સંતાનમાં એકેય પુત્રી નહોતી.

બીજી તરફ, તેમના સુરત રહેતા સાળા પંકજભાઈ રાખોલિયાને એક દીકરી બાદ બીજીનો જન્મ થયો હતો. એ વખતે જતીનભાઈ અને તેમનાં પત્ની ધર્મિષ્ઠાબેને પોતાના ભોજાઇ રંજનબેન અને ભાઇ પંકજભાઈ સમક્ષ બીજી પુત્રી પોતાને દત્તક આપી દેવા આગ્રહભરી વિનંતી કરી,

પણ રંજનબેન અને પંકજભાઇનું મન ન માન્યું. 2 વર્ષ બાદ રંજનબેન અને પંકજભાઇને ત્યાં ત્રીજી પુત્રીનો જન્મ થયો. હવે જતીનભાઈ અને ધર્મિષ્ઠાબહેને તેમની ત્રીજી નવજાત પુત્રી દત્તક આપવા રીતસર પ્રેમભરી જીદ પકડી.

પણ ધર્મિષ્ઠાબેનનાં ભાઇ-ભાભીની હજુ પુત્રી પોતાની પાસે જ રાખવાની ઇચ્છા હતા. જોકે ત્રીજી પુત્રી નિવાંશીના જન્મના એકાદ કલાકમાં જ ડોક્ટરે રંજનબેન અને પંકજભાઇને કહ્યું,

બાળકના હૃદયના ધબકારા સંપૂર્ણ બંધ થઈ ગયા છે. એને વેન્ટિલેટર પર રાખી છે. રિકવરી આવે એની રાહ જોવી પડશે. ઝાલાવાડિયા દંપતીએ સાળાની દીકરીની પરિસ્થિતિ જાણ્યા બાદ પણ દીકરી પોતાને દત્તક આપવા આજીજી કરી.

આખરે બેન-બનેવીને મક્કમતા જોઇ રાખોલિયા દંપતીએ નિવાંશીને દત્તક આપવાની હા પાડી. ડોક્ટર આ બાબતે અજાણ હતા.

પણ રાખોલિયા દંપતીએ હા પાડ્યાની પાંચ જ મિનિટમાં વેન્ટિલેટર પર રાખેલી ઢીંગલીના હૃદયનાં સ્પંદન શરૂ થઇ ગયાં

દસેક મિનિટ બાદ ડોક્ટરે બહાર આવી દીકરી હવે નોર્મલ હોવાના ખુશ ખબર આપ્યા. એ સાંભળી બન્ને દંપતીની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયાં. વધુ સારવારના અંતે દીકરી ઘેર આવી.

આખરે ચારેક મહિના બાદ ઝાલાવાડિયા દંપતીએ દત્તકવિધિ પૂર્ણ કરી અને દીકરી નિવાંશીનાં માતા-પિતા બન્યાં. નિવાંશીનું ઘરમાં ભવ્ય સ્વાગત થયું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *