સાત બહેનના એકનો એક ભાઈનું મોત, હજુ હાથમાં મહેંદીની રંગ પણ ના વિખાયો

સાત બહેનના એકનો એક ભાઈનું મોત, હજુ હાથમાં મહેંદીની રંગ પણ ના વિખાયો

હૃદયદ્રાવક ઘટના! લગ્નની મહેંદી ઉતરી પણ નહતી અને દુલ્હા-દુલ્હનનું અકસ્માતમાં મોત, સાત બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

રાજસ્થાનની રાજધાની (rajasthan) જયપુરમાં (jaipur) હૃદય દ્રાવક ઘટના બની હતી. આ ઘટના વિશે સાંભળીને ભલભલા લોકો ભાવુંક થઈ જાય.

લગ્ન બાદ દુલ્હા-દુલ્હન હજી (newe married couple died) એક બીજાને સરખું જાણે એ પહેલા જ બંનેના અકસ્માતમાં (accident) કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.

દુલ્હનના હાથમાંથી હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો કે મોટી દુર્ઘટનામાં મોતને ભેટી હતી. બંને પરિવાર સવારે લગ્નથી ખુશ હતા પરંતુ આ ખુશી માતમમાં ફેરવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ ગમખ્વાર અકસ્માત જયપુર-દિલ્હી હાઈવે ઉપર ચંદવાજી વિસ્તારમાં થઈ હતી. નવવિવાહિત દંપતી પોતાના સંબંધીએ આપેલા નિમંત્રણના પગલે જમવા જઈ રહ્યા હતા.

આ દરમિયાન સામેથી આવતી એક બસે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ બસ ડિવાઈટરથી ટકરાઈને પલ્ટી ગઈ હતી.

આ દરમિયાન યુવકના ઘરમાં ખુશીઓનો માહોલ ત્રણ ગણો હતો કારણ કે 15 દિવસ પહેલા જ 27 નવેમ્બરે તેમની ત્રણ બહેનોના લગ્ન હતા. માતા-પિતા ખુશ હતા કે બાળકોના વિવાહ બાદ તેમના માથાથી મોટી જવાબદારી ઉતરી જશે. મૃતક મહેશ સાત બહેનોમાં એકનો એક ભાઈ હતો. જે આ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો.

બસ અને બાઈકના અકસ્માતમાં બસમાં સરવાર કેટલાક પેસેન્જરો ઘાયલ થયા હતા. બસમાં ફસાયેલા લોકોને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.

અને ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *