આશાબેન હવે મંદિરમાં દાન કરવાના બદલે હોવી ભૂખ્યા ભરપેટે જમાડવાનું શરૂ કર્યું……અને પછી

રાજકોટના આશાબેન પટેલે મંદિરમાં હજારોનું દાન આપવાનું બંધ કરી, ભૂખ્યાને ભરપેટ જમાડવાનું શરુ કર્યું અને…

રાજકોટ શહેરમાં રહેતાં તેમજ સર્વસમાજનાં સભ્ય એવાં આશાબેન પટેલ તેમજ તેનાં પરિવારજનો અગાઉ દર મહિને મંદિરમાં રૂપિયા 10,000નું દાન આપતાં હતાં.

એ બંધ કરીને અત્યારે સ્લમ વિસ્તારમાં જઈને દરરોજ 150 જેટલા ગરીબોને ભોજન જમાડે છે, આ ભોજનમાં ગરમ ભજિયાં, પૂરી-શાક સહિત જુદી જુદી વાનગીઓ આપે છે.

આ ઉપરાંત ગરીબોને ધાબળા, ગરમ કપડાંનું વિતરણ પણ કરે છે. સર્વ સેના સમાજ ટ્રસ્ટનાં આશાબેન પટેલ એવું કહે છે કે,

જે જરૂરિયાતમંદ છે એનાં સુધી સહાય પહોંચી શકે તેમજ તેને આપ્યાનો આનંદ આવે એ માટે આ સેવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.

તેઓ ગૃહિણી હોવા છતાં પણ તે વ્યસ્ત સમયમાંથી વિશેષ સમય ફાળવે છે. જો કે આ કામ માટે એનાં પરિવારજનોનો સાથ સહકાર પણ મળે છે.

તેનાં પરિવાર જનો પણ હોંશે હોંશે જોડાય છે. સ્લમ વિસ્તારમાં જઈને ગરીબોને જમાડવાનું અભિયાન છેલ્લા અઢી મહિનાથી ચાલુ કરવામાં આવ્યું છે.

ગરીબોને ગરમ કપડાં, ધાબળા વિતરણ કરવું એ તો એ ઘણા સમયથી સેવાકીય કામગીરી કરે છે.

જ્યારે ગરીબોને જઇને ગરમ ભોજન આપવાનું અભિયાન હજુ હમણા ચાલુ કરવામાં આવ્યું છે. હાલ જ દિવાળી પર્વ નિમિત્તે ગરીબોને નવા કપડાં પણ આપવામાં આવ્યા હતા.

આશાબેન પટેલ તેમજ એમનાં પરિવારજનો જ્યારે ગરીબોને જમાડવા માટે જાય છે તે સમયે શાકભાજીથી માંડીને ગેસનો ચૂલો, તેલનો ડબ્બો, આ ઉપરાંત રસોઈનાં સાધનોની સાથે લઈને જ જાય છે.

ગરીબ બાળકોમાં સારી આદત વિકસે તે માટે દરેક સ્થળ પર પંગતમાં ભોજન કરે છે.

ભુખ્યાને ભોજન એ જ સાચો ધર્મ છે કોઈ પણ ભુખ્યુંના સુવે …….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *