બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થતા 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત, બાઈકના કટકા થઈ ગયા જુઓ…

વિજયનગરના આંતરસુબા પાસે પૂરપાટ આવી રહેલા બે બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થતા 3 યુવાનોના ઘટનાસ્થળે જ મોત, બાઈકના ભૂક્કા બોલી ગયા

હિંમતનગરમાં પણ બે બાઈકોની સામસામે અથડાયા, એક ઘાય

વિજયનગર તાલુકાના આંતરસુબા પાસે આજે બે બાઈકની અથડાયા થઈ હતી. જેમાં ઘટનાસ્થળે જ 3 યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા.

બે બાઈક વચ્ચે એટલી ભયાનક ટક્કર થઈ હતી કે બંને બાઈકો ભૂકો બોલી ગયા હતા અને બાઈક પર જતાં ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

મોઢા અને નાકમાંથી લોહીની ધારા નીકળી ગયા હતા.

અકસ્માતમાં મોતમાં ભેટનારમાં બે ભાભુડીના

આંતરસુબા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર જતાં 3 યુવાનોના મોત થયા હતા.

જ્યારે એકને ઈજા પહોંચતા હિંમતનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

મૃતકોમાં બે યુવાનો ભાભુડી ગામના હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઈજાગ્રસ્ત સહિત બે યુવાનો વિજયનગરના છે.

હિંમતનગરમાં પણ બે બાઈકસવારો સામસામે કાંટે કી ટક્કર

હિંમતનગર પાનપુર પાટિયા પાસે હિંમતનગરના બે યુવાનોના બાઈકો સામસામે ટકરાયા હતા.

અકસ્માતમાં તેમાં એકને ઈજા થતાં 108માં હિંમતનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *