આ છોકરાને બચાવવા માટે સાક્ષાત ભગવાનને જ આવવું પડ્યું….જાણો અહીં

માતાપિતાએ ભલે તરછોડ્યો પરંતુ સ્પેનની એ પરી હર્ષ માટે દેવદૂત બનીને આવી

જિંદગીમાં જ્યારે તમામ દરવાજા બંધ થઈ જાય અને ચારેકોર અંધકાર છવાઈ જાય ત્યારે એક નાનકડી તિરાડમાંથી પણ મોટી આશાનું કિરણ ઝળહળી ઉઠે છે અને તમારા તમામ દુખોને ચપટીમાં રગદોળી નાખે છે. દેશી ભાષામાં આપણે તેને નસીબ આગળથી પાંદળું હટવું એમ કહીએ છીએ.

આવું જ પાંદળું ગુજરાતના અનાથ આશ્રમમાં ઉછરેલા હર્ષના નસીબ આગળથી હટ્યું છે. વાત જાણે એમ છે કે, આજથી સાડાછ વર્ષ પહેલા માત્ર એક દિવસનું બાળક જ્યારે ભુજની કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને મળ્યું હતું.

માતા પિતાએ આ બાળકને તરછોડી દીધું હતું. બાળક મોટુ થશે કે કેમ, તેનું ભવિષ્ય કેવું હશે? તેની જિંદગી કેવી હશે વગેરે જેવા પ્રશ્નોની વચ્ચે આ બાળક હર્ષે સાડા છ વર્ષ વિતાવ્યા.

અંધકારમય ભવિષ્ય અને શૂન્ય ભૂતકાળ વચ્ચે કોઈએ કલ્પના પણ નહી કરી હોય કે કે, આ બાળક હર્ષ એક દિવસ સ્પેનનો નાગરિક બનશે.

કોઈને સ્વપ્નમાં પણ ખ્યાલ નહિ હોય કે તેનું ભવિષ્ય સ્પેનમાં છે. કારણ કે, હર્ષને સ્પેનના નોર્મા માર્ટિનીસ નામની મહિલાએ દત્તક લેતા તેની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

અનાથ બાળકોને વહાલથી ઉછેરતી સંસ્થા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર અને કારા સંસ્થાના સહિયારા પ્રયાસથી હર્ષને દત્તક લેવા માટે નોર્માએ સંપર્ક કર્યો. સ્પેનથી આ સિંગલ મધરે આ બાળક પર પસંદગી ઉતારી.

હર્ષનું જીવન સામાન્ય અનાથ બાળકોની જેવું નથી રહ્યું. તેની મુશ્કેલીમાં ભગવાને પહેલેથી જ અધિક માસ આપી દીધો હતો. કારણ કે, જન્મના ત્રણ-ચાર મહિના બાદ ખબર પડી કે આ બાળક મૂંગું અને બહેરો છે,

જેની કોઈપણ મેડિકલ ટ્રીટમેન્ટ કરી સાંભળતો અને બોલતો કરવો છે એ પ્રશ્ન હતો. ભુજના તબીબોએ એ માટે તૈયારી બતાવી, મુંબઈ કોકેલ થેરપી દ્વારા આજે મશીન દ્વારા સાંભળે છે અને થોડું થોડું બોલતો પણ થયો છે.

રામ રાખે એને કોણ ચાખે, તેમ હર્ષને ભલે તરછોડી દેવામાં આવ્યો હોય પરંતુ તેની સંભાળ રાખવામાં ભગવાને પુરતી તકેદારી લીધી છે. એટલે જ નોર્માએ તેને દતક લીધો અને ભારતનો આભાર પણ માન્યો.

હર્ષને ભુજ સંસ્થાની અનાથ દીકરીએ તેની નવી માતા નોર્માને સોંપવાની તૈયારી કરી ત્યારથી હર્ષની ન જવા માટેની જીદ અને રડતા બાળકને જોઈ આ પ્રસંગે બે શબ્દો કહેવા ઊભા થયેલા પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ સિંઘ પણ ગળામાં ડૂમો ભરાઈ જતાં બોલી શક્યા ન હતા.

હર્ષના વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ લોકોની આંખો ભીની હતી અને કાળજા નરમ હતા. સંસ્થાના લોકો દીલ પર પથ્થર રાખીને હર્ષને તેના સારા ભવિષ્ય માટે વિદાઈ આપી રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *