એક એવું ગામ જ્યાં એક જ હિંદુ કુટુંબ હતું, ત્યાંના મોભીનું મોત થયુંને આખું ગામ ધ્રુસકે ધ્રુસકે રડી પડીયું જાણો….મોભી ની ખાસિયત

આખા ગામમાં 230 મુસ્લિમ પરિવારો વચ્ચે એક જ હિંદુ કુટુંબ હતું, મોભીનું મોત થયુંને

ધર્મના નામે વાડાં ઉભા કરનારા અને ધર્મના નામે વૈમન્સ્ય ઉભું કરનારા,પોતાનો રાજકીય રોટલો શેકવા માટે બે કોમ વચ્ચે ઝઘડો કરાવનારા અને રાજકારણીઓના વાદે ચઢીને કોમી દંગલ કરનારા લોકોએ આ વાત ખાસ વાંચવા જેવી અને સમજવા જેવી છે.

કોલકાતામાં મુસ્લિમ પરિવારોએ સાંપ્રદાયિક સદભાવનાની એક એવી મિશાલ ઉભી કરી છે કે તમે પણ એમની કામગીરીની પ્રસંશા કરીને કહેશો કે વાહ.આ મિશાલ કોલકાતાના જમુડિયા વિસ્તારના દેશેર મહાન ગામમાં જોવા મળી.

મુસ્લિમ પરિવારોએ એક હિંદુના હિંદુ રીતરસમ મુજબ અંતિમ સંસ્કાર કર્યા હતા.આ ગામમાં 230 મુસ્લિમ પરિવાર વસે છે જેમની વચ્ચે એક માત્ર હિંદુ પરિવાર વસવાટ કરે છે.

વાત એમ બની હતી કે દેશેર મહાન ગામમાં રહેતા હિંદુ પરિવારના વડીલ 70 વર્ષના રામધાની રજક ઝાડ સાથે અથડાયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી.

ગામના મુસ્લિમ પરિવારો તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા, પરંતુ કોવિડ-19 ટેસ્ટ નહીં થયો હોવાને કારણે બધી હોસ્પિટલોએ રામધાનીનો ઇલાજ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એ બધામાં રામધાનીનું મોત થયું હતું.

રામધાનીના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેમાં મોટો પુત્ર કોલકાતા રહે છે અને નાનો પુત્ર રામધાની સાથે રહે છે, જે મનો રોગી છે. એટલે ગામના મુસ્લિમ પરિવારોએ ભેગા થઇને રામધાનીના અંતિમ સંસ્કાર કરવાનું બીડું ઝડપ્યુ.

તેમણે રામધાનીના મોટા પુત્ર રામવિલાસને જાણ કરી અને તેના આવ્યા પછી અજય નદીના કિનારે હિંદુ રિતિરિવાજ મુજબ રામધાનીના અંતિમ સંસ્કાર કર્યા.

રામવિલાસે કહ્યું કે અમારા મુસ્લિમ પડોશિઓનો હું આભારી છુ. આ લોકો અમારા પરિવાર સાથે ઉભા ન રહ્યા હોત તો એકલે હાથે અંતિમ સંસ્કાર કરવાનું મુશ્કેલ બનતે. રામવિલાસે કહ્યું કે માત્ર અંતિમ સંસ્કાર જ નહીં

આ મુસ્લિમ પરિવારોએ મારા પિતાને હોસ્પિટલમાં સારવાર અપાવવાની પણ કોશિશ કરી હતી. રામધાનીના પડોશી શેખ ફિરદોશે કહ્યું હતું કે રામધાની ધોબીનો વ્યવસ્યા કરતા હતા અને તેઓ એક સારા વ્યકિત તરીકે ગામમાં જાણીતા હતા.

અમે અમારા પરિવાર અને તેમના પરિવાર વચ્ચે કોઇ અંતર રાખ્યું નથી. ફિરદોશે કહ્યું કે અમે માત્ર અમારો પડોશી ધર્મ નિભાવ્યો છે અમે કોઇ એવું મોટું કામ કર્યું નથી. દેશમાં ઘણા મુસલમાનો અને એવા હિંદુઓ પણ છે જે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર એકબીજાને હમેંશા મદદ કરતા રહે છે.

સુરતમા તો એક મુસલમાન ગ્રુપે કોરોનાના સમયમાં બધા મૃતદેહોના અંતિમ સંસ્કારની જવાબદારી સંભાળી છે તેઓ મૃતદેહ મુસ્લિમનો છે કે હિંદુનો કે કોઇ અન્ય ધર્મનો છે એ જોતા નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *