વડોદરામાં ના દંપતીએ બે અનાથ ભાઇઓને દત્તક લીધા, કેમ લીધા દત્તક , જાણીને આંખ ફાટી જશે

  • દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં રહેતા બે સગા ભાઇઓને દત્તક લીધા બંને ભાઇઓએ નાનપણમાં જ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી

દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં બાળપણ વિતાવનાર બે ભાઇઓને કિશોરાવસ્થામાં માતા-પિતાની હૂંફ મળી છે. અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી એક સાથે બે પુત્રોને ગુમાવનાર વડોદરાના પ્રજાપતિ દંપતીએ દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં રહેતા બે સગા ભાઇઓને દત્તક લઇને સામાજિક જવાબદારી નિભાવી છે. દંપતીએ જણાવ્યું કે, આજે અમને બે પુત્રો મને પરત મળી ગયા છે. આજે અમે અમારી ખુશી વ્યક્ત કરી શકતા નથી, તેટલી ખુશી આજે થઇ રહી છે.

બાળપણથી જ બંને ભાઇઓએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી
વડોદરા શહેરના નિઝામપુરા પેન્શનપુરા ખાતે દિપક ફાઉન્ડેશન સંચાલિક સુરક્ષા સંકુલના સંચાલક મુકેશભાઇએ જણાવ્યું હતું કે, બાળપણમાં માતાની છત્રછાયા ગુમાવી દેનાર સન્ની અમરસિંહ પંચાલ અને અર્જુન અમરસિંહ પંચાલને સંકુલમાં લાવવામાં આવ્યા હતા. સંકુલમાં જ બાળપણ વિતાવનાર સન્ની(ઉં.વ.18) હાલ ધોરણ-10માં અને અર્જુન(ઉં.વ.16) ધોરણ-9માં અભ્યાસ કરે 

બંને ભાઇઓને માતા-પિતાની હૂંફ મળે તેવા પ્રયાસો સંસ્થા દ્વારા ચાલતા હતા
સંસ્થા દ્વારા બંને ભાઇઓને માતા-પિતાની હૂંફ મળે તેવા પ્રયાસો ચાલતા હતા. દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમની મદદથી વડોદરાના પ્રતાપનગર રોડ વિસ્તારમાં રહેતા નિલેશભાઇ પ્રજાપતિ અને ભારતીબહેન પ્રજાપતિએ સંકુલમાં બાળપણથી રહેતા અને ઉછેરેલા પંચાલ ભાઇઓ સન્ની અને અર્જુનને દત્તક લેવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે.

દંપતીના બંને પુત્રોના ડૂબી જતા મૃત્યુ થયા હતા
સંકુલના સંચાલકે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં વ્યવસાય કરતા નિલેશભાઇ અને ભારતીબહેન પ્રજાપતિને બે પુત્રો હતા. વર્ષ 2017માં તેઓ પ્રવાસે ગયા હતા. જ્યાં એક સાથે બંને પુત્રોનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બે પુત્રોના એક સાથે મોત નીપજતાં પ્રજાપતિ દંપતી ભાંગી પડ્યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી પ્રજાપતિ દંપતી પુત્રોને યાદ કરીને દિવસો પસાર કરી રહ્યા હતા. તેઓની હ્રદયના એક ખૂણામાં એવી ઝંખના હતી કે, તેઓના પુત્રો જેવા બે બાળકો મળી જાય. પોતાનું ઘર ફરીવાર ખીલખીલાટ કરતું થઇ જાય. આથી તેઓએ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક સાધ્યો હતો. અને બે અનાથ બાળકોને ઉછેરવાની જવાબદારી સ્વિકારવાની તૈયારી બતાવી હતી.

રાજ્ય સરકારની ફોસ્ટર યોજના અંતર્ગત સન્ની અને અર્જુનને દંપતીને દત્તક આપ્યા
વડોદરા જિલ્લા બાળ સુરક્ષા એકમે દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલનો સંપર્ક કર્યો હતો. અને સંકુલમાં રહેતા સન્ની અને અર્જુનને પ્રજાપતિ દંપતિને દત્તક આપવાની કામગીરી હાથ ધરી હતી. અને રાજ્ય સરકારની ફોસ્ટર યોજના અંતર્ગત સન્ની અને અર્જુનને પ્રજાપતિ દંપતીને આપ્યા હતા. સંકુલમાં રહેતા અન્ય અનાથ બાળકો સાથે મોટા થયેલા સન્ની અને અર્જુનને નવા માતા-પિતા મળતા તેઓની આંખો હર્ષના આંસુથી ભરાઇ ગઇ હતી.

બંને ભાઇઓ સાથીઓથી દૂર થવાને કારણે આંસુ રોકી ન શક્યા
સાથી મિત્રોથી દૂર થવાનું હોવાથી બંને ભાઇઓ દુઃખના આંસુ પણ રોકી શક્યા ન હતા. એ તો ઠીક સાથી મિત્રો પણ સન્ની અને અર્જુનના જવાથી પોતાની આંખોના આંસુ રોકી શક્યા ન હતા. જોકે, મિત્રોને એ ખુશી પણ હતી કે, સન્ની અને અર્જુનને નવા માતા-પિતા મળી રહ્યા છે. સન્ની અને અર્જુનના વિદાય સમારંભ સમયે સાથે મિત્રએ વિદાય ગીત ગાઇને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને રડાવી દીધા હતા.

બંને ભાઇઓની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરીશું: દંપતી
બે સગાભાઇ સન્ની અને અર્જુનને દત્તક લેનાર પ્રજાપતિ દંપતી નિલેશભાઇ અને ભારતીબહેને જણાવ્યું હતું કે, આજે અમોને અમારા બે પુત્રોના સ્વરૂપમાં સન્ની અને અર્જુન નામે બે પુત્રો મળ્યા છે. કદાચ ભગવાને અમારી કુખે જન્મેલા બે સંતાનોને એટલા માટે જ તેમની પાસે બોલાવી લીધા હશે કે, અમારે સન્ની અને અર્જુનની જવાબદારી નિભાવવાની છે. અમે ચોક્કસ કહીશું કે, અમારા કુલ ચાર પુત્રો હતા. તેમાંથી હવે સન્ની અને અર્જુન રહ્યા છે અને આજે ખુબ ખુશ છીએ. અમે સન્ની અને અર્જુનને ઉચ્ચ શિક્ષણ અપાવીશું અને તેઓની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરીશું.

સંકુલના મારા મિત્રો અને સ્ટાફને ક્યારેય ભૂલીએ નહીં
સન્ની અને અર્જુને જણાવ્યું હતું કે, અમોને સંકુલમાં સારી રીતે રાખવામાં આવ્યા છે. આ સંસ્થાના કારણે આજે અમોને નવા માતા-પિતા મળ્યા છે. પાલક માતા ભારતીબહેન અને પિતા નિલેશભાઇની મોટા થઇને તમામ ઇચ્છાઓ પૂર્ણ કરીશ. આજે અમે ભલે સંકુલમાંથી વિદાય લઇએ છે. પરંતુ, સંકુલના મારા મિત્રો, સ્ટાફને ક્યારેય ભૂલીએ નહીં. આવી સંસ્થાઓના કારણે અમારા જેવા અનાથ બાળકોને નવા માતા-પિતા મળશે.

સમાજ સુરક્ષા સંકુલના અનાથ બાળકોને પરિવાર મળે છે
દિપક ફાઉન્ડેશનના ડો. ઋચી મહેતાએ જણાવ્યું હતું કે, વડોદરામાં અનાથ બાળકોને સમાજનાં મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમને શિક્ષણ સહિતની અન્ય સુવિધા આપતી રાજ્ય સરકાર પ્રેરિત સંસ્થા દિપક ફાઉન્ડેશન દ્વારા સમાજ સુરક્ષા સંકુલ કાર્યરત છે. અનાથ બાળકોને પોતાનું ઘર મળે તે માટે દિપક ફાઉન્ડેશન કાર્યરત છે. અને તેને લીધે અનાથ બાળકોને પરિવાર મળે છે. અને તેઓ પરિવાર સાથે નવું જીવન શરૂ કરી શક્યા છે. રાજ્ય સરકારની ફોસ્ટર કેર યોજના અંતર્ગત અનાથ બાળકોને તેમનો પરિવાર મળી રહ્યો છે. અગાઉ અમારા સંકુલમાં રહેતા એક બાળકને દત્તક આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ બીજા બે ભાઇઓને દત્તક આપવામાં આવ્યા છે.

સુરક્ષા સંકુલ ખરેખર સાચા અર્થમાં સમાજ સેવાનું કાર્ય કરે છે
સી.ડબલ્યુ સી.ના સભ્ય પરેશભાઇ બ્રહ્ણભટ્ટે જણાવ્યું કે, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અનાથ બાળકોને સામાજિક સુરક્ષા મળે તેનવા માતા-પિતા મળે તે માટેનું કાર્ય કરે છે. અમારા એકમ દ્વારા અનાથ થઇ જતાં બાળકોની શોધખોળ કરવા સાથે નિઃસંતાન દંપતીની શોધખોળ કરે છે. અમારી સંસ્થા દ્વારા કોરોના કાળમાં અનાથ થઇ ગયેલા બાળકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે. દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સુરક્ષા સંકુલ ખરેખર સાચા અર્થમાં સમાજ સેવાનું કાર્ય કરે 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *