લગ્ન પ્રસંગમાં મામેરું વધાવતી એક બેનની આંખોમાંથી આંસુ પડતા હતા. કારણ…જાણો

હમણાં એક લગ્નપ્રસંગે મામેરાની વિધિ વખતે મામેરું વધાવતી એક બેનની આંખોમાંથી આંસુ પડતા હતા. કારણ એ હતું કે આ બહેનના ભાઈ મામેરામાં જે લાવ્યા હતા

એના કરતાં ઘણું વધારે બીજી બહેનોના ભાઈઓ લાવ્યા હતા. બહેનને આંસુ એટલે નહોતો આવ્યા કે ભાઈ ઓછું લાવ્યો છે પણ એ એટલે રડી રહી હતી કે બીજી બાઈઓ એના ભાઈનું સામાન્ય મામેરું જોઈને મજાક ઉડાવતી હતી.

મને લાગે છે કે આ મામેરાની વિધિ પિયારીયાની આર્થિક પરિસ્થિતિનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ ભલે આપે એની સામે વાંધો નથી પણ જે માંડમાંડ જીવન નિર્વાહ કરતા હોય

એનું જાહેરમાં અપમાન કરવાની આ પરંપરા બંધ થવી જોઈએ. કોઈ એક જ ભાઈને ચાર-પાંચ બહેનો હોય તો એ બાપડાની શુ દશા થતી હશે એ તો બિચારો એ જ જાણે.

બહેનને કંઈ આપવું હોય તો ગુપ્ત રીતે ના આપી શકાય ? જાહેરમાં ઢંઢેરો પીટીને આખા ગામને બતાવવાની શુ જરૂર ? સમય પ્રમાણે કેટલીક પરંપરાઓ બદલવાની જરૂર છે.

મામેરું વધાવવાની વિધિને તિલાંજલિ આપીને ગરીબ બાપની દીકરીના આશીર્વાદ લેવા જેવા છે અને એના ભાઈનું જાહેર અપમાન બંધ કરવુ જોઇએ…….!

લખાણ કોપી કરેલ છે પણ આજના સમયની વાસ્તવિક પરિસ્થિતિ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *