લગ્ન ની પહેલી રાતે જ થયા છૂટાછેડા – જાણો એવું તે શું થયું એકવાર જરૂર વાંચજો

આજે આપણે જે વાત કરવાના છીએ તે માટે નમ્ર વિનંતી કરીએ છીએ કે વાંચીને આ લેખને બને તેટલો શેર કરજો જેથી દરેક લોકોને આલેખનો બોધ મળે.

એક કપલ હતું જે ના નવા નવા લગ્ન થયા હતા, લગ્ન ની પહેલી રાતે જ્યારે પત્ની સજી-ધજીને પલંગ પર બેઠી હતી ત્યારે તેનો પતિ ભોજન થાળ લઈને આવ્યો. એ ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હોવાથી આખા રૂમમાં તેની ખુશ્બુ પ્રસરી ગઈ, અને આ ખુશ્બુ થી પત્ની પણ રોમાંચિત થઇ ઉઠી, એ સ્ત્રી એ પછી પોતાના પતિ સાથે વાત કરી કે તમે મમ્મીને પણ અહીં બોલાવી લો, આપણે ત્રણે સાથે ભોજન કરી લઈએ, પતિએ કહ્યું કે ના તેઓ જમીને સુઈ ગયા હશે,

ચાલો આપણે પ્રેમથી ભોજન કરીએ, આથી પેલી સ્ત્રી એ ફરી પાછું પતિ ને કહ્યું કે મેં મમ્મીને જમતા જોયા નથી, તેના પતિ એ જવાબ આપ્યો કે તું જીદ શું કામ કરી રહી છે, લગ્નના કામમાંથી થાકી ગઈ હશે માટે સૂઈ રહી છે, નિંદરમાંથી જાગી ને પછી તે ભોજન કરી લેશે. ચાલો આપણે પ્રેમથી ભોજન કરી લઈએ.

આટલું બન્યા પછી પહેલા સ્ત્રીના મગજમાં શું વિચાર આવ્યો પરંતુ તેને તરત જ તેના પતિને છુટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો.

અને જોતજોતામાં જ તેને છૂટાછેડા આપી પણ દીધા, અને બીજા લગ્ન પણ કરી લીધા. અને આ બાજુ તેના પહેલા પતિ એ પણ બીજા લગ્ન કરી લીધા. બંને એકબીજાના રસ્તામાંથી અલગ થઈ ગયા અને બંનેના ઘર વસી ગયા.

બંને લોકો ખુશી ખુશી રહેવા લાગ્યા, આ બાજુ પેલી સ્ત્રીને બે બાળકો થયા જે ખૂબ જ સંસ્કારી અને આજ્ઞાકારી હતા. પોતાની મમ્મી જે કહે તે બધું માનતા. ધીમે ધીમે સમય વીતતો ગયો, બાળકો પણ મોટા થતાં ગયા.

એક સમય પછી જ્યારે પેલી સ્ત્રી ની ઉમર 60 વર્ષની થઈ ગઈ તો તેને તેના બાળકોને કહ્યું કે હું ચાર ધામની યાત્રા કરવા માંગું છું કારણકે ત્યાં હું તમારા સુખમય જીવન માટે પ્રાર્થના પણ કરી શકો.

બાળકો તરત જ પોતાની માને લઈને ચારધામની યાત્રા પર નીકળી ગયા. એક જગ્યાએ ત્રણે મા દીકરા ભોજન માટે રોકાયા અને બાળકો ભોજન પીરસીને માતાને ખાવાની વિનંતી કરવા લાગ્યા.

એ જ સમયે તેની માતાની નજર એક ખુબ જ ખરાબ હાલત માં બેઠેલા એક વૃદ્ધ પડી, તેની હાલત એટલી બધી ખરાબ હતી કે તેનો ચહેરો પણ ઠીક થી દેખાઈ રહ્યો ન હતો. પરંતુ આ વૃદ્ધ તેની પાસે પડેલા ભોજન અને તેના બાળકો પ્રત્યે એક ટસે જોઈ રહ્યો હતો, આથી માતાને તે વૃદ્ધ પર દયા આવી ગઈ અને તેના બાળકોને કહ્યું કે જાઓ પહેલા પેલા વૃદ્ધ ને નવડાવી દો અને તેને વસ્ત્ર આપો ત્યાર પછી આપણે ભોજન કરીશું.

દીકરાઓએ બિલકુલ માતાએ કહ્યું તેમ કર્યું પછી તેને માતા સામે લઈ આવ્યા તો માતા જોઈને આશ્ચર્ય ચકિત રહી ગઈ કારણકે તે વૃદ્ધ બીજું કોઈ નહીં પરંતુ એ જ માણસ હતો જેની સાથે તેને લગ્નની પહેલી રાત્રે જ છૂટાછેડા લીધા હતા.

માતા તરત જ આ વૃદ્ધ ને ઓળખી ગઈ અને તેને પૂછ્યું કે તમારી આવી હાલત કઈ રીતે થઈ? આથી વૃદ્ધે પોતાની નજર જુકાવી ને કહ્યું કે મારી પાસે બધું જ હતું, અને કંઈ જ કમી ન હતી પરંતુ છતાં પણ મારા બાળકો મને ભોજન આપતા ન હતા, મારો તિરસ્કાર કરતા હતા, મને ઘરથી બહાર કાઢી મૂક્યો.

ત્યારે પેલી સ્ત્રીએ તેને જવાબ આપ્યો કે આ વાતનો અંદાજો તો મને સુહાગરાતના દિવસે જ લાગી ગયો હતો જ્યારે તમે પહેલા પોતાની માતાને ભોજન કરાવવા ની જગ્યાએ તે સ્વાદિષ્ટ ભોજનને લઈને મારા રૂમમાં આવી ગયા હતા અને મારા વારંવાર કહેવા છતાં તમે પોતાની માતાનો તિરસ્કાર કર્યો હતો, કદાચ આજે એનું જ તમે ફળ ભોગવી રહ્યા છો.

જેવો વ્યવહાર આપણે આપણા વડીલો સાથે કરીશું તે જોઈને આપણા બાળકો માં પણ એ જ ગુણ આવે છે કે કદાચ આ જ પરંપરા હોય છે, કાયમ માતા-પિતાની સેવા કરવી તે આપણું દાયિત્વ બને છે. જે ઘરમાં માતા-પિતા હશે છે તે જ ઘરમાં પ્રભુ વસે છે.

દરેક લોકોની આંખ ઉઘાડી દે તેવો પ્રસંગ અહીં વર્ણવ્યો છે, તમને નમ્ર વિનંતી છે કે આ લેખ ને એટલો શેર કરજો કે દરેક લોકો સુધી પહોંચી જાય, અને દરેક લોકો આ પ્રસંગ નો ભાવાર્થ સમજી ને કદી પણ તેના માતા-પિતા નો તિરસ્કાર ન કરે.

લગ્ન ની પહેલી રાતે જ થયા છૂટાછેડા – જાણો એવું તે શું થયું એકવાર જરૂર વાંચજો

આપડા માં બાપની સાચવો એજ મહાન પુણ્ય છે આપણા સાચા ભગવાન આપના માતા પિતા જ છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *