અંતિમયાત્રા જોતા જ કરી લો આ કામ તમારા સફળતાનાં દરવાજા ખુલ્લી જશે

અંતિમ યાત્રા જોતા જ કરી લો આ કામ, મનોકામના થશે પૂર્ણ….

શવયાત્રા એ દરેકના જીવનનો અંતિમ તબક્કો છે. પછી એ માણસ હોય કે પ્રાણી. કદાચ તમારામાંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે, અંતિમયાત્રા જોવાથી પુણ્ય મળે છે.

એવું કહેવાય છે કે, મૃત વ્યક્તિના આશીર્વાદથી અટકેલા કામ થવા લાગે છે. અને તમામ સમસ્યાનો અંત આવે છે.

જીવનનો સાર છે કે, જે જીવ આ ઘરતી પર આવે છે તેને એક દિવસ જવું જ પડે છે. આ જ પ્રકૃતિનો અટલ નિયમ છે. જે પ્રકારે મૃત્યુ જીવનનું મહત્વપૂર્ણ તબક્કો છે. મૃત્યુની સાથે આ લોકમાં વ્યક્તિની અંતિમ યાત્રા પણ મહત્વ રાખે છે જેને શવ યાત્રા કહે છે તો.ચાલો આપણે જાણીએ કે, અંતિમ યાત્રા જોઈને શું કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

જયારે કોઈ અંતિમ યાત્રા અથવા અર્થી દેખાય તો તેને બંને હાથ જોડીને માથું ઝુકાવીને પ્રણામ કરો અને મોં થી જે ભગવાન કે માતાજી ને તમે માનતા હોય તમનો જાપ કરો. કારણ કે, શાસ્ત્રોક્ત માન્યતા એ છે કે,

જે મૃતાત્મા એ હમણાં શરીર છોડ્યું છે તે પોતાની સાથે આ પ્રણામ કરવાવાળા મનુષ્યના કષ્ટો દુઃખો અને અશુભ લક્ષણોને પણ પોતાની સાથે લઇ જાય અને તે વ્યક્તિ ને ભગવાન મુક્તિ પ્રદાન કરે છે.

આપણે હંમેશાથી જોયું છે કે, અંતિમ યાત્રાને જોઈને રસ્તા પર જનાર લોકો થોડીવાર ઉભા રહી જાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. આ હિન્દૂ ધર્મનો મુખ્ય નિયમ છે

જે અનુસાર ,અંતિમ યાત્રાને જોયા પછી આપણને મૃતની આત્માની શાંતિના માટે પ્રાર્થના કરવી જોઈએ. આનાથી મૃત આત્માને શાંતિ મળશે.

પરાણો અનુસાર જે વ્યક્તિ ખુબ સારા કાર્યો કરેલા વ્યક્તિ ની અર્થી ઉઠાવે છે તેને પોતાના દરેક પગલાં પર એક યજ્ઞ કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે.

ધાર્મિક માન્યતાનુસાર, અંતિમ યાત્રા જોવું શુભ ગણાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ અંતિમ યાત્રાને જુવે છે, તો તેના રોકાયેલા કામ પુરા થવાની સંભાવના વધી જાય છે.

તેના જીવનમાં દુઃખ પણ દૂર થાય છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. હિન્દૂ શાસ્ત્રો અનુસાર, જો કોઈ બ્રાહ્મણના મૃતદેહને પોતાના સ્વાર્થ કે પૈસા માટે ઉઠાવે છે, તો 10 દિવસ સુધી એ અશુદ્ધ રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *