કારકિર્દીની શરૂઆતમાં કંઈક આવી દેખાતી હતી રશ્મિ દેસાઈ, 18 વર્ષમાં અભિનેત્રીનો આટલો બદલાઈ ગયો છે લુક…

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઇ તેના બોલ્ડ અવતારથી ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.

ગુજરાતની વતની રશ્મિ દેસાઇએ ભોજપુરી સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ટીવી સ્ટાર તરીકે લાખો લોકોના દિલ પર રાજ કર્યું હતું.

આ દરમિયાન, રશ્મિ દેસાઇએ હિન્દી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો, પરંતુ કોઈ ખાસ ઓળખ ન મળ્યા બાદ, તેણે ભોજપુરી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું.

આ પછી રશ્મિ દેસાઇએ ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું અને તેણે આ શોથી ઘણી લોકપ્રિયતા પણ મેળવી હતી.

રશ્મિ દેસાઇએ 2002 માં આસામી ફિલ્મથી આગમન કર્યું હતું. ત્યારબાદથી રશ્મિ દેસાઈના લુકમાં ઘણા પરિવર્તન આવી રહ્યા છે.

રશ્મિ દેસાઇની તસવીર અને વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રી સોશ્યલ મીડિયા પર પોતાનો કોઈ ફોટો કે વીડિયો અપલોડ કરે છે તે જોતાં જ વાયરલ થઈ જાય છે.

તાજેતરમાં રશ્મિની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

છેલ્લા 18 વર્ષમાં તેના દેખાવમાં ઘણો બદલાવ આવ્યો છે. જે તેના જૂના વીડિયો અને ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *