હવે ઘરે બનાવો કુદરતી એર ફ્રેશનર જેલ, જે તમારા ઘરને ૨ મહિના સુધી રાખશે સુંગધિત

રાજા-મહારાજા ના સમય મા ઘર ને સુગંધિત બનાવવા માટે ફુલો સજાવી ને રાખવામા આવતા. જેથી આ ફુલો ની મહેક થી આખુ ઘર મહેકવા લાગતુ. પરંતુ , વર્તમાન સમય મા લોકો અલગ-અલગ જાત ના બજાર મા થી પ્રલોભનો લાવે છે.પરંતુ , આજે અમે તમને બજાર મા મળતા એર ફ્રેશનર જેલ ઘરે કેવી રીતે બનાવી શકાય છે તે વીશે માહીતી આપીએ.

ગૃહ નિર્મિત એર ફ્રેશનર જેલ બનાવવા માટે ની સાધન સામગ્રી નીચે મુજબ છે:

તમને મનગમતો ખાવા નો સુગંધિત કલર એક ચમચી , ૩૦ ગ્રામ જીલેટિન તથા પ્રમાણસર પાણી.

ઘર બેઠા એર ફ્રેશનર જેલ બનાવવા ની રીત નીચે મુજબ છે:

સૌ પ્રથમ એક કાચ નુ નાનુ પાત્ર લઇ લો. ત્યારબાદ તેમા તમારો મનગમતો ખાવા નો રંગ ઉમેરો. ત્યારબાદ તેમા એસેન્સ ઉમેરી ને એક બીજુ પાત્ર લઇ લો. તેમા પાણી હુફાળુ થાય ત્યા સુધી રાખો. જ્યારે પાણી વધુ પડતુ હુફાળુ થઇ જાય ત્યારે તેમા ૩૦ ગ્રામ જીલેટિન મિક્સ કરો.

જીલેટિન મિક્સ કરી ને ચૂલા ને ધિમા તાપે રાખવો. ત્યારબાદ આ મિશ્રણ ને ૨ થી ૩ મિનિટ સુધી મિક્સ કરો કે જ્યા સુધી જીલેટિન આ હુફાળા પાણી મા વ્યવસ્થિત રીતે મિશ્રિત ના થઇ જાય. જીલેટિન વ્યવસ્થિત રીતે મિક્સ થઇ જાય તે પછી એક ગ્લાસ સાદુ પાણી ઉમેરો. આ પછી એક ચમ્મચ નમક મિક્સ કરો.

નમક ઉમેરી ને તે પાણી મા એકદમ મિશ્રિત ના થાય ત્યા સુધી પાણી ફેરવતા રહેવુ. નમક મિશ્રિત થઇ જાય એટલે ચુલો ઠારી દેવો. ત્યારબાદ આ પાણી ને જે કાચ ના પાત્ર મા ખાવા નો રંગ તથા ઓઈલ ઉમેર્યુ હતુ તેમા મિશ્રિત કરી દો. હવે આ બધી વસ્તુ ને કાચ ના પાત્ર મા વ્યવસ્થિત રીતે મિશ્રિત કરો.

હવે આ મિશ્રણ ને ૧ દિવસ સુધી ઘર ના વાતાવરણ ને અનુકુળ આવે એ રીતે રાખવા નુ અને જો ઉતાવળ હોય તો ફ્રિઝર મા રાખી ઘર ના વાતાવરણ ના અનુકુળ સેટ કરી શકો. ૧ દિવસ પછી તમે ચેક કરશો તો આ એર ફ્રેશનર જેલ એકદમ બજાર મા મળતા એર ફ્રેશનર જેલ જેવુ જ દેખાશે.

હવે આ મિશ્રિત કરેલા પેસ્ટ ના કાચ ના પાત્ર પર સિફોન નુ કાપડ ઢાંકી તેના પર રબ્બર બેન્ડ મારી કવર કરી શકાય છે. હવે આ કાચ ના પાત્ર ને તથા તેના પર ના કાપડ ને સુશોભિત કરી ને વધુ દેખાવડુ બનાવી શકાય છે. તો રેડી છે આપનુ ગૃહ નિર્મિત એર ફ્રેશનર જેલ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *