શિયાળાની કડકડતી ઠંડીમાં બનાવો દેશી વાનગી એટલે રીંગણા નો ઓળો, જાણો રેસેપી

મિત્રો , વિવિધ ઋતુઓ પ્રમાણે આહાર મા પણ વિવિધતા જોવા મળે છે. દરેક મૌસમ મુજબ ફળ અને શાકભાજી તમે બજાર મા નિહાળી શકશો. આવી જ રીતે શિયાળા ની ઋતુ શરૂ થાય ને લોકો ની મોઢે એક જ વાત હોય છે કે વાડીએ ઓળા-રોટલા નો પ્રોગ્રામ કે’દી ગોઠવે છે ? તો ચાલો જાણીએ શિયાળા ની આ સ્વાદિષ્ટ આઈટમ રીંગણા ના ઓળા ની રેસિપિ.

રીંગણા ના ઓળા બનાવવા માટે જરૂરી સાધન-સામગ્રી :

રીંગણા ૨ નંગ , બારીક સમારેલ ડુંગળી અડધો કપ , બારીક સમારેલ ટમેટા અડધો કપ , આદુ ની પેસ્ટ-૧ ચમ્મચ , લસણ ની પેસ્ટ-૧ ચમ્મચ , તેલ-૧ ચમ્મચ , રાઈ-૧ ચમ્મચ , જીરૂ-૧ ચમ્મચ , લાલ મરચુ પાવડર અડધી ચમ્મચ , ધાણાજીરૂ-૨ ચમ્મચ , હળદર અડધી ચમ્મચ , ગરમ મસાલ-૧ ચમ્મચ , કોથમીર સમારેલી અ‍ડધો કપ , નમક સ્વાદ મુજબ.

રીંગણા નો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણા ને સાફ પાણી થી ધોઈ કપડા થી લૂછી નાખો. આ રીંગણા પર ચપ્પુ થી આકા પાડી ઓઈલ લગાવી ચૂલ્લા પર શેકવા રાખી દો. આ રીંગણા ને ફેરવી-ફેરવી ૩ થી ૫ મિનિટ ના સમયગાળા સુધી ચુલ્લા પર શેકો. આ રીંગણા શેકાય જાય એટલે એક પાણી ભરેલા પાત્ર મા ઠંડા થવા મુકી દો.

ઠંડા થઈ જાય એટલે રીંગણા ની ઉપર ની પરત ફોલી નાખો અને નાના ટુકડા કરી લો. હવે ચુલ્લા પર એક કડાઈ મુકી તેમા તેલ ગરમ કરો. આ તેલ મા રાઈ , જીરૂ અને હિંગ ઉમેરો. આ બધુ તેલ મા કકડી જાય એટલે બારીક સમારેલ ડુંગળી , આદુ ની પેસ્ટ તથા લસણ ની પેસ્ટ ઉમેરી તેને તેલ મા કકડાવી નાખો.

આ બધુ કકડી જાય એટલે તેમા બારીક સમારેલ ટમેટા ઉમેરો. આ મિશ્રણ ને ૪-૫ મિનિટ સુધી કકડવા દો. ત્યારબાદ નમક ઉમેરી ને મિશ્રણ સરખી રીતે હલાવો. ત્યાર બાદ તેમા લાલ મરચુ પાવડર , હળદર તથા ધાણાજીરૂ તેમજ ગરમ મસાલો ઉમેરી તેને મિક્સ કરો. ૨ મિનિટ સુધી આ મિશ્રણ ને હલાવી તેની ગ્રેવી બનાવો.

આ ગ્રેવી ઘટ્ટ થઈ જાય એટલે તેમા શેકેલા રીંગણા ના ટુકડા ઉમેરી દો અને ગ્રેવી તથા શેકેલા રીંગણા ને મિક્સ કરી ૩-૪ મિનિટ ના સમયગાળા સુધી પાકવા દો. તો તૈયાર છે તમારો રીંગણા નો ઓળો. હવે તેના પર કોથમીર છાંટી ને એક પ્લેટ મા રોટલી તથા રોટલા સાથે આનંદ માણો.

નોંધ:- ઘણા લોકો ડુંગળી-લસણ ખાવા નુ ટાળતા હોય છે. તો જો તમને ડુંગળી-લસણ આહાર મા અનુકુળ ના આવતા હોય તો આ બંને ને તમે અવગણી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *