ભારતમા મળી આવી એવી અતિદુર્લભ ઝેરી માછલી, કાચીંડા ની જેમ બદલે છે રંગ

દેશ મા પ્રથમવખત એક એવી દુર્લભ પ્રજાતિ ની માછલી મળી છે કે જે પોતાનો રંગ બદલવામા માહેર છે. આમ તો હજુ સુધી આપણે કાચીંડા ને જ રંગ બદલતા હોય તેવુ સાંભળ્યું હતુ પરંતુ આ ઝેરી સ્કોર્પિયશ ફિશ પણ શિકાર કરવા તેમજ પોતાના સ્વબચાવ માટે રંગ બદલી શકે છે. આ રંગ બદલનારી માછલી ને સેન્ટ્રલ મરીન ફિશરીઝ ઇન્સ્ટીટ્યૂટ (CMFRI)ના વૈજ્ઞાનિકો દ્વારા શોધવામા આવી છે.

આ માછલી નુ નામ સ્કોર્પિયન ફિશ (Scorpionfish) છે અને જેની ઘણી તસ્વીરો CMFRIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ના માધ્યમ થી શેયર કરી છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ ઇન્સ્ટીટ્યૂટ ના વડા ડૉ. જેયાબાસ્કર દ્વારા જણાવવા મા આવ્યું છે કે આ સ્કોર્પિયન ફિશ મન્નાર ની ખાડી મા જોવા મળી છે. જે સમયે તેને જોવામા આવી ત્યારે તે ઘાસ મા સંતાઈ ગઈ હતી. આ પ્રકાર ની માછલી ની શોધ દેશમા પ્રથમ વખત કરવામા આવી છે.

ત્યાં ના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ માછલી પોતાની કરોડરજ્જુમા ઝેર નો સંગ્રહ કરીને રાખે છે. કોઈ ગંભીર પરીસ્થિતિ અથવા તો સંકટ સમયે તે પોતાનો રંગ બદલવામા તેનો જ ઉપયોગ કરે છે.આ માછલી નુ વૈજ્ઞાનિક નામ સ્કોર્પિનોસ્પિસિસ નેગલેક્ટા છે. તેની ખાસિયત એ છે કે તે પોતાનો રંગ માત્ર ચાર જ સેકન્ડમા બદલી લે છે. તે અત્યંત ઝેરી હોય છે. તેનુ સેન્સરી ઓર્ગન તેની પૂંછડીમા હોય છે અને જે અત્યંત તેજ હોય છે. આ તસ્વીરો મા જોઈ શકાય છે કે આ ખતરનાક સ્કોર્પિયન ફિશે કેવી રીતે પોતાનો રંગ બદલીને કાળો કરી દીધો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *