આ એક જ ઝાડ પર ઉગે છે, ૪૦ જાત ના ફળ, વિશ્વાસ નહી થાય પરંતુ આ સત્ય છે

સામાન્ય રીતે એવુ માનવામા આવે છે કે એક ઝાડ પર એક જ જાત નુ ફળ આપે છે, પરંતુ એવુ નથી. વિશ્વમા એક એવી જગ્યા છે કે જ્યા એક જ ઝાડ પર ૪૦ જાતના ફળ ઉગાડવામા આવે છે. તે માનવુ થોડું મુશ્કેલ છે, પરંતુ તે એકદમ સાચુ છે. યુ.એસ. મા વિઝ્યુઅલ આર્ટ્સ ના પ્રોફેસર દ્વારા આ પ્રકાર નો અદભૂત પ્લાન્ટ બનાવ્યો છે કે જે ૪૦ જાતના ફળ ઉગાડે છે. આ અનોખા છોડ ને “ટ્રી ઓફ 40” તરીકે ઓળખવામા આવે છે. આ ઝાડ બોર, પીચ, ચેરી તેમજ આલુ જેવા ઘણા ફળો ધરાવે છે.

આ અદભુત ઝાડ ની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઝાડ ની કિંમત આશરે ૧૯ લાખ રૂપિયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ મા સેરાક્યુઝ યુનિવર્સિટી ના વિઝ્યુઅલ આર્ટ્સ ના પ્રોફેસર સેમ વોન એકેન આ અદભુત ઝાડ ના સર્જનહાર છે. આ ઝાડ ને ઉગાડવા માટે તેઓએ વિજ્ઞાન ની મદદ લીધી છે. તેણે આ કામ નો આરંભ ૨૦૦૮મા કર્યો હતો. જ્યારે તેમણે ન્યૂયોર્ક રાજ્ય કૃષિ પ્રયોગશાળા મા એક બગીચો જોયો અને જેમા ૨૦૦ જાત ના બોર તેમજ પીચ ના છોડ હતા.

આ બગીચો ફંડ ના અભાવ ને લીધે બંધ થવાનુ હતું, જેમાં ઘણા પ્રકાર ના પ્રાચીન તેમજ દુર્ગમ વનસ્પતિઓ અને જુદી-જુદી પ્રજાતિઓ પણ હતી. પ્રોફેસર વોન નો જન્મ ખેતી થી લગતા કુટુંબમા થયો હોવા થી તેમને ખેતીમા પણ ખૂબ જ રસ હતો. તેણે આ બગીચા ને લીઝ પર લઇ લીધો અને કલમ બનાવવા ની તકનીકો ની મદદ થી તે આ અદભૂત ઝાડ ઉગાડવામા સફળ થયા.

આ કલમ બનાવવા ની રીત ને ધ્યાન મા રાખી આ છોડ ને તૈયાર કરવા માટે, શિયાળામા એક કલમ સાથે ઝાડ ની એક ડાળી કાપી ને તેને અલગ કરવામા આવે છે. ત્યારબાદ આ ઝાડવા ને મુખ્ય ઝાડ ને વીંધી ને વાવેતર કરવામા આવે છે. આ બાદ જોડાયેલ જગ્યા ને પોષક તત્ત્વો ની પેસ્ટ લગાવીને આખા શિયાળા માટે પટ્ટી બાંધી ને રાખવામા આવે છે. આ બાદ ડાળી ની ધીરે-ધીરે મુખ્ય ઝાડ સાથે જોડવામા આવે છે અને તેમા ફળો અને ફૂલો આવવાનુ શરૂ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *